ક્રિપ્ટો ઈફેક્ટ:ટેરા-લુનામાં 100% મૂડી ધોવાતા રોકાણકારો આફતમા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરિયન સરકારે તપાસ હાથ ધરી, વૈશ્વિક રેગ્યુલેશન પર દબાણ

ટેરા નેટવર્કની ગેરરીતિના કારણે સમગ્ર ક્રિપ્ટો માર્કેટમાં 50થી 60 ટકા મૂડી ધોવાઈ જતાં સાઉથ કોરિયન સરકારે તેની વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે. સાઉથ કોરિયામાંથી 2.80 લાખથી વધુ લોકોએ પોતાની બચત ટેરાલુનામાં રોકી હતી. જેમાં સંપૂર્ણ મૂડી ધોવાઈ જતાં 8 લોકોએ આપઘાત કર્યો છે. આ મામલે આપઘાતના મામલા વધવાની ભીતિ છે.

ટેરા-લુના ક્રેશના લીધે ક્રિપ્ટો માર્કેટમાં લિસ્ટેડ અંદાજિત 19509 ક્રિપ્ટો કરન્સીમાંથી 99 ટકા ક્રિપ્ટોમાં ડબલથી ત્રિપલ ડિજિટમાં કડાકો નોંધાયો છે. ટેરા નેટવર્કમાં ગેરરીતિઓએ સમગ્ર ક્રિપ્ટો માર્કેટને હચમચાવ્યુ છે. ટેરા નેટવર્ક સાઉથ કોરિયામાં સ્થિત છે. જે સ્ટેબલ કોઈન્સ માટે ટેરા-લુના બ્લોકચેઈનનું સંચાલન કરે છે. જી7 દેશોના નાણા મંત્રીઓએ પણ વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોના નિયમો ઘડવા આદેશ આપ્યા છે. ટેરાફોર્મ લેબ્સ કોર્પોરેટ ટેક્સની ચોરી બદલ 78.5 મિલિયન ડોલરની પેનલ્ટીનો પણ સામનો કરી રહી છે. ટેરા ક્રેશના લીધે સમગ્ર ક્રિપ્ટો ઈકોસિસ્ટમ પર અસર થઈ છે. કારણકે, ટેરા ફોર્મના એનજીઓ લુના ફાઉન્ડેશન ગાર્ડ બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટો કરન્સીમાં મોટાપાયે હોલ્ડિંગ છે.

ટેરામાં 17800 ટકાના ઉછાળા બાદ મૂડી 100 ટકા ધોવાઈ
ટેરા કોઈન 2021થી સતત તેજીમાં રહ્યો હતો. 1 જાન્યુઆરી, 2021માં 0.65 ડોલર સામે 5 એપ્રિલ 2022માં 17763 ટકાથી વધુ ઉછળી 116.11 ડોલર થયા બાદ 1 માસમાં 100 ટકા તૂટી 0.00011 ડોલર થયો છે.

શું બિટકોઈન 15 હજાર ડોલર થશે?
બિટકોઈન સતત 27થી 30 હજાર ડોલરનો સપોર્ટ લેવલ જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યો છે. બિટકોઈનની ડેથ ક્રોસ સાયકલ (શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ કરતાં લોંગ ટર્મ મુવિંગ એવરેજ નીચી જવાની પ્રક્રિયા) અનુસાર, બિટકોઈન હાઈથી 57.47 ટકા અને ડેથ ક્રોસ સાયકલથી 55 ટકા સુધી તૂટ્યો છે. જેમાં વધુ 5 ટકાનો ઘટાડો થાય તો બિટકોઈન 15 હજાર ડોલરની સપાટીએ પહોંચી શકે છે. ડેથ ક્રોસ સાયકલમાં 2020 અને 2021ને બાદ કરતાં બિટકોઈનમાં 55થી 70 ટકા સુધી કરેક્શન જોવા મળ્યું છે. નવેમ્બર, 2022માં 68789 ડોલરથી હાલ 29250 ડોલર પર ટ્રેડેડ છે. સપોર્ટ લેવલ 25 હજાર ડોલર રહી શકે.

અન્ય સમાચારો પણ છે...