ઈન્વેસ્ટર્સને કમાણી:મેપમાયમાં રોકાણકારો લોટ દીઠ 5000 કમાયા, CMS 40% ભરાયો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્નેપડીલ, ફેબઈન્ડિયા 2850 કરોડનો આઈપીઓ યોજશે

ભારતીય શેરબજારોમાં સળંગ સાત દિવસના ઘટાડા બાદ નોંધાયેલા 497 પોઈન્ટના ઉછાળા વચ્ચે મેપમાય ઈન્ડિયા (સીઈ ઈન્ફોસિસ્ટમ)એ 35 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને લોટ દીઠ રૂ. 5061.7ની કમાણી કરાવી છે. ઈન્ટ્રા ડે રૂ. 1033ની પ્રાઈસ બેન્ડ સામે 1586.85ની સર્વોચ્ચ સપાટી નોંધાવતાં રોકાણકારોએ રૂ. 7753.9નો નફો મેળવ્યો હતો.

રૂ. 1039.61 કરોડના આઈપીઓએ ઈશ્યૂ પ્રાઈસ સામે 53.04 ટકા પ્રીમિયમે (1581) પર ખૂલી અંતે 361.55 પોઈન્ટ વધી (35 ટકા) 1394.55 પર બંધ રહ્યો હતો. માર્કેટ લોટ 14 શેર્સ હતાં. માર્કેટ કેપ 1929.44 કરોડ વધી 7425 કરોડ થઈ હતી.

બીજી બાજુ સીએમએસ ઈન્ફોસિસ્ટમનો 1100 કરોડનો આઈપીઓ પ્રથમ દિવસે રિટેલ 79 ટકા સાથે કુલ 40 ટકા ભરાયો હતો. જેની રૂ. 205-216 પ્રાઈસ બેન્ડ છે. એથનિક વેર રિટેલર ફેબઈન્ડિયા રૂ. 4000 કરોડના આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કરશે. ફ્રેશ ઈશ્યૂ દ્વારા રૂ. 250 કરોડ એકત્ર કરશે.

સ્નેપડીલ્સનો આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ
ઈ-કોમર્સ સ્નેપડીલ્સે ફ્રેશ ઈશ્યૂ દ્વારા રૂ. 1250 કરોડનો આઈપીઓ યોજવા ડ્રાફ્ટ ફાઈલ કર્યો છે. ઓફર ફોર સેલ દ્વારા 3.07 કરોડના શેર્સ વેચશે. 2007માં કુણાલ બહલ અને રોહિત બંસલ દ્વારા કુપન બુકલેટ બિઝનેસ તરીકે સ્થાપિત કંપની 2010માં ઓનલાઈન ડીલ્સ પ્લેટફોર્મમાં અને 2012માં ઈ-કોમર્સ માર્કેટ પ્લેસમાં ટ્રાન્સફોર્મ થઈ હતી. જે એમેઝોન અને ફ્લિપકાર્ટની હરીફ છે.

અન્ય સમાચારો પણ છે...