2023નું વર્ષ ભારતના નામે રહેશે. દર મહિને વિશ્વના 200 માર્કેટને 20 હજાર ડેટા સીરિઝ આપનાર ઇકોનોમિસ્ટના આર્થિક બાબતોના નિષ્ણાતોની ટીમે એશિયાને લઈને આઉટલુક 2023 જાહેર કર્યો છે. જે મુજબ આ વર્ષે એશિયન દેશો પડકારજનક સ્થિતિમાંથી પસાર થશે. મંદીની દિશામાં યુરોપિયન સંઘની આગેકૂચ અને અમેરિકાના આર્થિક વિકાસની ગતિ ધીમી પડી રહી છે ત્યારે એશિયામાં વર્ષોથી ચાલી રહેલી નિકાસ ગતિવિધિઓમાં બદલાવ આવશે.
આ સ્થિતિમાં દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારત રોકાણકારોના આકર્ષણનું કેન્દ્ર રહેશે. કારણ કે તે મેન્યુફેક્ચરિંગમાં ચીનના બદલે ભારત તરફ વળશે.
ઇકોનોમિસ્ટના ગ્લોબલ બિઝનેસ એન્વાર્યમેન્ટ રેન્કિંગમાં ભારત 52મા ક્રમે છે. જે ચીનથી ઉપર છે. 5 વર્ષ પહેલાં ભારત 62મા ક્રમે હતું. રિપોર્ટ અનુસાર પડકારોથી ઘેરાયેલું ચીન પાછળ પડી રહ્યું છે. ઝીરો કોવિડ પોલિસીમાંથી બહાર નીકળવા માગે છે. વિદેશ નીતિને લઈને યુ-ટર્ન લેવાની સંભાવના ઓછી છે. તેથી રોકાણકારોને આકર્ષવામાં ચીન નબળું પડે શકે છે.
ભારતનું આકર્ષણ આ કારણોસર રહેશે
ભારતમાં જમીની સ્તરે થયેલા કામથી રોકાણ માટે સારી સ્થિતિ સર્જાઈ છે. પીએલઆઇ સ્કીમથી ઇલેક્ટ્રોનિક્સમાં રોકાણ વધ્યું છે. 2021માં નિકાસ 50 ટકા વધીને 1.15 લાખ કરોડ રૂપિયા થઈ છે. જે 2022ના 9 મહિનામાં આ સ્તરે પહોંચી હતી. એપલનું મુખ્ય સપ્લાયર ફોક્સકૉન ચીનથી યુનિટ ભારત ખસેડે છે. જી-20નું વડપણ મળવું અને ઓસ્ટ્રેલિયા તથા યુકે સાથે વેપાર સમજૂતીથી પણ રોકાણ વધશે.
અન્ય એશિયન દેશોમાં સ્થિતિ સારી નહીં
આ કારણોસર ભારત બહેતર: ચીનની તુલનામાં દેવું, રેન્કિંગ બંનેમાં સારી સ્થિતિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.