• Gujarati News
  • Business
  • Investor Enthusiasm In SIP Increased, With Investment Flow Of Rs 67,000 Crore From April To October

રોકાણ ટ્રેન્ડ:SIPમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો, એપ્રિલથી ઓક્ટોબરમાં 67000 કરોડનો રોકાણ પ્રવાહ

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી બાદ રોકાણલક્ષી સાધનોમાં મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ હિસ્સો ઝડપી વધ્યો છે. ઇક્વિટી માર્કેટની તેજીના કારણે મ્યૂચ્યુઅલ ફંડમાં સારૂ રિટર્ન રોકાણકારોને મળી રહ્યું હોવાથી રોકાણકારો તે તરફ આકર્ષાયા છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) દ્વારા મૂડીપ્રવાહ રૂ. 67,000 કરોડની નજીક પહોંચ્યો છે. જે રિટેલ રોકાણકારોમાં રોકાણ માટેના માર્ગની વધતી જતી લોકપ્રિયતા સૂચવે છે.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi)ના અહેવાલ મુજબ 2020-21માં આ રૂટ દ્વારા રૂ.96,080 કરોડનું આકર્ષક રોકાણ નોંધાયું છે. વધુમાં, છેલ્લા પાંચ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી યોગદાનમાં બે ગણો વધારો જોવા મળ્યો છે.

2016-17 દરમિયાન રૂ. 43,921 કરોડ હતું. ઇક્વિટી બજારોમાં ગભરાતા રોકાણનો અભિગમ (એસઆઇપી અથવા એસટીપી દ્વારા) અનિશ્ચિતતાના ભયને દૂર કરવા માટેનો અંતિમ ઉકેલ છે કારણકે તમારા કુલ રોકાણોની સરેરાશ કિંમતને નીચે લાવશે અથવા જો તેજી ચાલુ રહેશે તો રોકાણકારો તક ગુમાવશે નહીં.

SIP એ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઓફર કરવામાં આવતી એક રોકાણ પદ્ધતિ છે જેમાં વ્યક્તિગત રોકાણકર્તા સમયાંતરે પસંદ કરેલી સ્કીમમાં નિશ્ચિત રકમનું રોકાણ કરી શકે છે તેમજ એકસાથે રોકાણ કરવાને બદલે મહિનામાં એક વાર રોકાણ કરી શકે છે. SIP હપ્તાની રકમ દર મહિને ઓછામાં ઓછી રૂ 500 છે. એમ્ફીના મતે SIPs ભારતીય બચતકારોમાં લોકપ્રિયતા મેળવી રહી છે, કારણ કે તે બજારની અસ્થિરતા અથવા બજારના સમયની ચિંતા કર્યા વિના રૂપિયાની સરેરાશ કિંમત અને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવામાં મદદ કરે છે.

મ્યુચ્યુઅલ ફંડ્સના 45 પ્લેયર ઇનફ્લો માટે SIP પર આધાર રાખે છે જેમાં ઓક્ટોબરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ રૂ.5,215 કરોડનું રોકાણ આવ્યું છે. સતત આઠમા મહિને રોકાણમાં વૃદ્ધિ થઇ છે. જોકે સપ્ટેમ્બરમાં રૂ.8,677 કરોડના રોકાણ સામે નજીવો ઘટાડો નોંધાયો છે. ડેટ સેગમેન્ટમાં ગયા મહિને રૂ. 12,984 કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો.

એસઆઇપી એયુએમ 5.53 લાખ કરોડ આંબી
ઉપરાંત, SIP દ્વારા માસિક કલેક્શન ઓક્ટોબરમાં વધીને રૂ. 10,519 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું, જે સપ્ટેમ્બરમાં રૂ. 10,351 કરોડ કરતાં વધુ રહ્યું છે. વધુમાં SIPsની અસ્કયામતો અન્ડર મેનેજમેન્ટ (AUM) માર્ચના અંતે રૂ. 4.28 લાખ કરોડથી વધીને ઓક્ટોબરના અંતે રૂ. 5.53 લાખ કરોડ થઈ હતી. છેલ્લાં પાંચ વર્ષમાં, SIP AUM વાર્ષિક 30 ટકા વૃદ્ધિ પામી છે, જે એકંદર મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની અસ્કયામતોના આધારમાં વૃદ્ધિ કરતાં બમણી ઝડપી છે.

રોકાણકારોની સંખ્યા વધી 4.64 કરોડ એકાઉન્ટ્સ
ઓક્ટોબરમાં નોંધાયેલી નવી SIPની સંખ્યા 23.83 લાખ હતી. વર્તમાન નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ સાત મહિનામાં કુલ રજીસ્ટ્રેશન 1.5 કરોડ સુધી પહોંચી ગયા છે. આ સમગ્ર અગાઉના નાણાકીય વર્ષમાં 1.41 કરોડ નવા SIP રજિસ્ટ્રેશન કરતાં ઘણું વધારે હતું. હાલમાં, મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ 4.64 કરોડ SIP એકાઉન્ટ્સ છે જેના દ્વારા રોકાણકારો નિયમિતપણે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...