વૈશ્વિક આર્થિક કટોકટી:સ્ટાર્ટઅપ્સમાં રોકાણ જૂન ક્વાર્ટર માં 1/3 ઘટી 54 હજાર કરોડ થયું

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈશ્વિક આર્થિક કટોકટીની અસર જોવા મળી

દેશના સ્ટાર્ટઅપ્સ દ્વારા એકત્રિત કરવામાં આવતુ ફંડિંગ જૂન ત્રિમાસિકમાં 33 ટકા ઘટી 6.9 અબજ ડોલર (રૂ. 54 હજાર કરોડ) નોંધાયુ છે. જે ગતવર્ષે સમાનગાળામાં 79 હજાર કરોડ જ્યારે માર્ચ ત્રિમાસિકમાં 80 હજાર કરોડ કરતાં ઓછું છે.

માર્કેટ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ ટ્રેક્સનના રિપોર્ટ અનુસાર, ભારતીય સ્ટાર્ટઅપ્સે 2022ના બીજા ત્રિમાસિકમાં (એપ્રિલ-જૂન) 409 ફંડિંગ રાઉન્ડમાં $6.9 બિલિયન (લગભગ રૂ. 54 હજાર કરોડ) એકત્ર કર્યા છે. સૌથી વધુ ફંડ વેર્સે ($805 મિલિયન), ડેલ્હીવેરી ($304 મિલિયન) અને ઉડાન ($275 મિલિયન) દ્વારા એકત્ર કરવામાં આવ્યું હતું. શેરચેટ ($255 મિલિયન) અને અપગ્રેડ ($225 મિલિયન)માં પણ રોકાણ આવ્યું હતું.

સોશિયલ પ્લેટફોર્મ, ઈન્ટરનેટ ફર્સ્ટ મીડિયા, પેમેન્ટ્સ, બિઝનેસ-ટુ-બિઝનેસ ઈ-કોમર્સ એ ટોચના ક્ષેત્રો રહ્યા હતા જેણે એપ્રિલ અને જૂન દરમિયાન રોકાણકારો પાસેથી મહત્તમ ફંડ આકર્ષ્યું હતું. અહેવાલમાં જણાવાયું છે કે 121 નવા સ્ટાર્ટઅપ્સે તેમનો પ્રથમ ફંડિંગ રાઉન્ડ બંધ કર્યો હતો. ચાર યુનિકોર્ન બન્યા, 62 સ્ટાર્ટઅપ્સ હસ્તગત થયા અને 5એ IPO લોન્ચ કર્યા હતા.

લીડસ્કેયર, પર્પલ, ફિઝિક્સવાલા અને ઓપન નવા યુનિકોર્ન બનવા સાથે, યુનિકોર્નનું એકંદર મૂલ્યાંકન છેલ્લા ત્રિમાસિક ગાળામાં વધીને $31.8 અબજ (આશરે રૂ. 2.50 લાખ કરોડ) થયું છે. બેંગલુરુ, દિલ્હી અને મુંબઈ સૌથી વધુ રોકાણ આકર્ષવા માટે ટોચના શહેરો રહ્યા છે. વિશ્વની સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરોમાં વૃદ્ધિની જાહેરાતો તેમજ મંદીની ભીતિ વચ્ચે વિદેશી રોકાણકારો દેશમાંથી મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે.

જેની અસર સ્ટાર્ટઅપ્સ પર પણ જોવા મળી હતી. આગામી શોર્ટ ટર્મમાં સ્ટાર્ટઅપમાં ફંડિંગ એક્ટિવિટી મંદ રહેવાનો અંદાજ ઉદ્યોગ જગતે આપ્યો છે. સ્ટાર્ટઅપમાં હાલ ખરાબ માહોલના કારણે રોકાણકારો વેઇટ એન્ડ વોચ અપનાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...