તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિપ્ટો ક્રેઝ:ભારતીયો દ્વારા ક્રિપ્ટોમાં રોકાણ 612% વધી 49.16 હજાર કરોડ થયું

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વના ટોચના ક્રિપ્ટોએક્સચેન્જ કોઈનબેઝનું નવું હબ ભારતમાં બનશે

સોના-ચાંદી, પ્રોપર્ટી, ઈક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ કે સ્પેક્યુલેશન માટેનો ક્રેઝ ધરાવતાં ભારતીય રોકાણકારોનો ક્રિપ્ટો ક્રેઝ પણ એટલી જ હદે વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં ભારતીયો દ્રારા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ 612 ટકા વધ્યુ છે. બ્લોકચેઈન એનાલિટિક્સ ફર્મ ચેઈનાલિસિસ દ્રારા જારી આંકડાઓ અનુસાર, ગત વર્ષે ભારતીયોએ એપ્રિલ, 2020 સુધી 923 મિલિયન ડોલર (રૂ.6875 કરોડ)નું રોકાણ ક્રિપ્ટોમાં થયુ હતું.

જે હાલ 612 ટકા વધી મે, 2021 સુધીમાં 6.6 અબજ ડોલર (રૂ. 49162 કરોડ) નોંધાયુ છે. 15 મિલિયનથી વધુ ભારતીયો ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરી રહ્યા છે. જે અમેરિકા કરતાં 8 મિલિયન ઓછા અને યુકે કરતાં 2.3 મિલિયનથી વધુ છે.

કોઇનબેઝની ભારતમાં વર્લ્ડ ક્લાસ ટીમ તૈયાર કરવાની યોજના
કોઈનબેઝ ભારતમાં ક્રિપ્ટો વિશે ભારતીયોને યોગ્ય ટ્રેનિંગ આપવાના ઉદ્દેશ સાથે શ્રેષ્ઠ એન્જિનિયર્સ, ટેક્ બિલ્ડર્સ, અને આંત્રપ્રિન્યોર્સની વર્લ્ડ ક્લાસ ટીમ તૈયાર કરવાની યોજના ધરાવે છે. માર્ચમાં કોઈનબેઝે જાહેરાત કરી હતી કે, તે હૈદરાબાદમાં ઓફિસ શરૂ કરવા માગે છે. જો કે, તે ક્રિપ્ટો પર પ્રતિંબંધોના પડકારોનો સામનો કરી રહ્યુ છે. ભારત સરકાર દ્વારા પ્રતિબંધનો સ્પષ્ટ કાયદો પસાર કરવામાં આવ્યો હોવા છતાં આગામી સમયમાં તેમાં ફેરફાર થવાની તીવ્ર સંભાવના છે. તેના ઓપરેશન સેન્ટર્સ એન્જિનિયરિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ મામલે કાર્યરત હોવાથી તેના પ્લાનને કોઈ અસર થશે નહિં.

બિટકોઈનમાં વોલ્યૂમ અડધા થયાં
વિભિન્ન દેશો દ્રારા ક્રિપ્ટો મામલે ચાલતી અટકળો તેમજ એલન મસ્ક દ્રારા અપાતા અવારનવાર નિવેદનોના પગલે બિટકોઈનમાં વોલ્યુમ એક માસમાં અડધા થયાં છે. કોઈન માર્કેટકેપ મુજબ, 10 જૂન,2021ના રોજ 52,204 કરોડ ડોલર વોલ્યુમ સાથે બિટકોઈન 37,836 ડોલર પર ટ્રેડેડ હતો. જેનું વોલ્યુમ 10 જુલાઈના 26,721 કરોડ ડોલર રહેવા સાથે 33,821 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...