નાણાકીય વર્ષ 2022-23 પૂરું થવામાં હવે માત્ર થોડા દિવસ જ બાકી છે. જો તમે ટેક્સ બચાવવા રોકાણ કરવા ઈચ્છો છો, તો 31 માર્ચ સુધી કરી શકો છો. ટેક્સ બચાવવાની સાથે સારું રિટર્ન પણ મેળવવા ઈચ્છો છો, તો પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ(NSC) સ્કીમમાં પૈસા રોકી શકો છો. આ સ્કીમ હેઠળ 7% જેટલું વાર્ષિક વ્યાજ મળે છે.
ટેક્સમાં રાહત મળે છે
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં તમે જે કંઈ પૈસાનું રોકાણ કરો છો, તેમાં ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ ટેક્સમાં રાહત માટે ક્લેઈમ કરી શકો છો. એક ફાઈનાન્શિયલ યરમાં NSCમાં તમે મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો અને ટેક્સમાં રાહત મેળવી શકો છો.
બાળકોના નામ સાથે પણ એકાઉન્ટ ખોલી શકો છો
આ સ્કીમમાં બાળકોના નામથી પણ એકાઉન્ટ ખોલાવી શકાય છે. જો બાળકની 10 વર્ષથી ઉંમર નાની હોય તો તેના નામ પર માતા-પિતા તરફથી ખાતું ખોલાવી શકાય છે. 10 વર્ષની ઉંમરમાં બાળક પોતાનાં એકાઉન્ટનું જાતે સંચાલન કરી શકે છે. જ્યારે પુખ્તવયની ઉંમરથી ખાતાની જવાબદારી પણ મળી જાય છે.
આ સિવાય 18 વર્ષની ઉંમરની વ્યક્તિ પોતે અથવા માઈનોર વ્યક્તિ તરફથી NSCમાં રોકાણ કરી શકે છે. આ ખાતાને 3 પુખ્તવયની વ્યક્તિના નામ સાથે જોઈન્ટમાં પણ ખોલાવી શકાય છે.
5 વર્ષનો લોક-ઈન સમય હોય છે
જો તમે તમારું રોકાણ પરત લેવા માગો છો, તો તમારે 5 વર્ષ રાહ જોવી પડશે. તેમાં 5 વર્ષનો લોક-ઈન સમય હોય છે. આથી તમે પાંચ વર્ષ પહેલા તમારા પૈસા પરત નથી લઈ શકતા.
કેટલા સમય પછી પૈસા ડબલ થાય છે?
આમાં વાર્ષિક 7%ના વ્યાજ દર મુજબ વ્યાજ મળી રહ્યું છે. આવી સ્થિતિમાં, રૂલ ઓફ 72 અનુસાર, જો તમે આ યોજનામાં પૈસા રોકો છો, તો પૈસા બમણા થવામાં 10 વર્ષ અને 2 મહિનાનો સમય લાગશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.