ગોલ્ડ ઇકોસિસ્ટમ:ગોલ્ડ એક્સચેન્જ મંજૂરી સાથે વોલ્ટ મેનેજર્સના નિયમો રજૂ

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ વોલ્ટ મેનેજરો માટેના નિયમોને સૂચિત કર્યા છે જે દેશમાં ગોલ્ડ એક્સચેન્જ સ્થાપવાની મંજૂરી આપે છે. સેબી બોર્ડે સપ્ટેમ્બરમાં ગોલ્ડ એક્સચેન્જની સ્થાપના માટે દરખાસ્તને મંજૂરી આપ્યા બાદ આવ્યું છે જેમાં પીળી ધાતુનો ઇલેક્ટ્રોનિક સોનાની રિસિપ્ટના રૂપમાં ટ્રેડ થશે અને પારદર્શક સ્થાનિક સ્પોટ પ્રાઇસ ડિસ્કવરી મિકેનિઝમ રાખવામાં મદદ કરશે.

સોનાનું પ્રતિનિધિત્વ કરતા સાધનોને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGRs) કહેવામાં આવશે અને તેને સિક્યોરિટીઝ તરીકે સૂચિત કરવામાં આવશે. આ ઇજીઆરમાં અન્ય કોઈપણ સિક્યોરિટીઝ જેવી જ ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ સુવિધાઓ હશે. ગોલ્ડ એક્સચેન્જ EGRના વેપારની સમગ્ર ઇકોસિસ્ટમ અને સોનાની ભૌતિક ડિલિવરીનો સમાવેશ કરે છે.

ગોલ્ડ ઇકોસિસ્ટમ બનાવવાની અપેક્ષા છે. EGR બનાવવા માટે જમા કરાયેલા સોના માટે વોલ્ટિંગ સેવાઓ પૂરી પાડવા માટે વોલ્ટ મેનેજરને સેબીના મધ્યસ્થી તરીકે રજીસ્ટર કરવામાં આવશે અને તેનું નિયમન કરવામાં આવશે.

સોનું મજબૂત બની 50000 ક્રોસ
બૂલિયન માર્કેટમાં સોના-ચાંદીમાં મજબૂત સ્થિતી જોવા મળી છે. અમદાવાદ ખાતે સોનું 100ના નજીવા સુધારા સાથે રૂ.50000ની સપાટી કુદાવી ચૂક્યું છે જ્યારે ચાંદી નજીવી રેન્જમાં અથડાઇ રૂ.63500 ક્વોટ થતી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1822 ડોલર જ્યારે ચાંદી 23.25 ડોલર રહી છે.

અન્ય સમાચારો પણ છે...