ફુગાવો નિરંકુશ:ભારત,USમાં વ્યાજદરો 4.25% સુધી વધ્યાં, ફુગાવામાં રાહત નહીં

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક સ્તરે સતત વધતા જતા ફુગાવાને અંકુશમાં લેવા સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારો કરવાની વ્યૂહરચના ભારત અને અમેરિકામાં નિષ્ફળ ગઈ. વ્યાજદર અમેરિકામાં 4.25 ટકા સુધી વધ્યા તેની સામે ફુગાવો માત્ર 0.10 ટકા જ ઘટ્યો જ્યારે ભારતમાં વ્યાજદર 2.25 ટકા વધ્યા તેની સામે મોંઘવારી 0.22 ટકા જ ઘટી. તેનાથી વિપરિત જ્યારે વ્યાજ દર શૂન્ય રહ્યા ત્યારે પણ જાપાનમાં ફુગાવામાં જંગી ઘટાડો થયો હતો. જોકે યુકે અને જર્મનીમાં પણ ફુગાવો ઘટ્યો છે, નિષ્ણાતો કહે છે કે આ વ્યાજ દરોમાં વધારાને બદલે પુરવઠામાં વધારાનું પરિણામ છે.

વર્ષ 2022માં રશિયા અને યુક્રન યુધ્ધની અસરના કારણે મોટાભાગની વસ્તુઓમાં કાચા માલની કિંમતોમાં જંગી વધારો જોવા મળ્યો હતો જેની સીધી અસર ફુગાવા પર જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે ખાદ્યપદાર્થોના પુરવઠામાં શોર્ટેજ આવી હતી. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે ગયા વર્ષે વ્યાજ દરમાં સૌથી વધુ 4.25%નો વધારો કર્યો હતો.

પુરવઠો ઓછો તો ઊંચા દરની અસર ઓછી
બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે જણાવ્યું હતું કે જ્યારે પુરવઠામાં ઘટાડો થવાને કારણે ફુગાવો વધે છે ત્યારે વ્યાજદરમાં વધારાની બહુ અસર થતી નથી. સેન્ટ્રલ બેંકોની આ પદ્ધતિ વધુ અસર દર્શાવે છે જ્યારે ઊંચો ફુગાવો માંગમાં ઝડપી વધારાનું પરિણામ છે.

અન્ય સમાચારો પણ છે...