ફુગાવામાં વૃદ્ધિના કારણે વ્યાજદરમાં વધારો થવાની અટકળો વચ્ચે આરબીઈની એમપીસી બેઠક શરૂ થઈ છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ બુધવારે મોનેટરી પોલિસી કમિટી દ્વારા લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે. દાસે અગાઉ જ રેપો રેટમાં વધારાનો સંકેત આપ્યો હતો.
ગત મહિને 40 બેઝિસ પોઈન્ટના વધારા બાદ આ બેઠકમાં આરબીઆઈ રેપો રેટમાં 35 બેઝિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. માર્કેટ નિષ્ણાતોએ રિટેલ ફુગાવામાં વૃદ્ધિના કારણે વ્યાજદરમાં મોટાપાયે વધારો થવાનો અંદાજ આપ્યો છે. છેલ્લા સાત મહિનાથી મોંઘવારી સતત વધી રહી છે. એપ્રિલમાં રિટેલ ફુગાવો 7.79 ટકાની આઠ વર્ષની ટોચે નોંધાયો હતો. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે જિઓપોલિટિકલ ક્રાઈસિસના લીધે ફુગાવો વધી રહ્યો છે.
વર્ષમાં રેપો રેટ 100-150bps વધવાની શક્યતાં
એસબીઆઈના ઈકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ મુજબ, આરબીઆઈની બેક ટુ બેક વ્યાજવધારાની પોલિસી અંતર્ગત AEs અને EMEsમાં 45થી વધુ કેન્દ્રીય બેન્કોએ વ્યાજ દરોમાં વધારો કર્યો છે. તેમજ અમુક બેન્કો ટૂંકસમયમાં વધારશે. જૂન પોલિસીમાં 35-50 બેસિસ પોઈન્ટ વચ્ચેના દરમાં વધારાની અપેક્ષા કોટક મહિન્દ્રા બેન્કના ગ્રુપ પ્રેસિડન્ટ શાંતિ એકમબરમે વ્યક્ત કરી છે. ફુગાવાના ડેટા અને તેલ અને કોમોડિટીના ભાવ સહિતના બાહ્ય પરિબળોના આધારે, રેપો રેટમાં વર્તમાન 4.4 ટકાથી કુલ 100 થી 150 બેસિસ પોઈન્ટની વૃદ્ધિની અપેક્ષા છે. અન્ય એક ઈકોનોમિસ્ટે આરબીઆઈ 5.6 ટકા સુધી રેપો રેટ વધારવાની સંભાવના આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.