આ વર્ષે દર 10માંથી 8 લોકો ઘર ખરીદવાની ઈચ્છે ધરાવે છે. એક સર્વેમાં સામેલ 77% લોકોનું કહેવું છે કે તેઓ આ વર્ષે પ્રોપર્ટી ખરીદવા ઈચ્છે છે. આ લોકોએ મુખ્ય ત્રણ કારણ આપ્યા છે. પહેલું સમય સાથે રેટ વધતા જાય છે. બીજું પ્રોપર્ટી ખરીદવું વધુ લોકોની પહોંચમાં છે. ત્રીજું પ્રોપર્ટી માલિક હોવાથી વધુ સુરક્ષા અનુભવાય છે.
છેલ્લા 5 વર્ષમાં મકાનની કિંમત 7% વધી
47% લોકોએ કહ્યું કે, વ્યાજ દરો અને પ્રોપર્ટીની કિંમતોમાં જે સ્પીડથી તેજી આવી રહી છે, આવનારા થોડા વર્ષોમાં મકાનોની કિંમત ખરીદ ક્ષમતા કરતા બહાર થઈ જશે. છેલ્લા પાંચ વર્ષમાં મકાનની પ્રતિ સ્કવેર ફૂટ એવરેજ કિંમત બેંગલુરુમાં 7%, મુંબઈમાં 3.5%, દિલ્હી-NCRમાં 4% વધી છે.
આ વલણો રિયલ એસ્ટેટ માર્કેટપ્લેસ નોબ્રોકરના સર્વેક્ષણ અહેવાલમાંથી બહાર આવ્યા છે. બેંગલુરુ, મુંબઈ, પુણે, ચેન્નાઈ, હૈદરાબાદ અને દિલ્હી-એનસીઆરના 26,000 લોકોએ સર્વેમાં ભાગ લીધો હતો.
26,000 લોકો પર કરવામાં આવેલા સર્વેનું પરિણામ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.