તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજારમાં કોમન નહિં, સ્માર્ટ મેન્ટાલિટી અપનાવો:સેન્સેક્સ/સ્ટોક વર્સસ અન્ય મૂડીરોકાણ સ્રોતમાં રિટર્નની સ્થિતિ જોઇને રોકાણ કરવાનો આગ્રહ રાખો

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • જે રોકાણકારો સ્માર્ટ વર્ક નથી કરી શકતાં તેમણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં SIPનો સહારો લઇ શકાય

મહેશ ત્રિવેદી | અમદાવાદ કેલેન્ડર વર્ષ 2020 દરમિયાન સેન્સેક્સમાં 14 ટકા રિટર્ન જોવા મળ્યું. તે સાચું પરંતુ વધારે સાચું તો એ જ ગણાય કે, તમે ખરીદેલા શેર્સમાં કેટલું રિટર્ન છૂટી રહ્યું છે. સેન્સેક્સ એ માર્કેટનું બેરોમીટર છે. ઇન્ડિવિડ્યુઅલ સ્ટોક્સનું નહિં. તમે જ્યારે સોનું, ચાંદી, બેન્ક એફડી, જમીન-મકાનમાં રોકાણ કરો છો ત્યારે તમારી પાસે એક જ મૂડીરોકાણ ઓપ્શન હોય છે. પરંતુ જ્યારે શેરબજારમાં રોકાણ કરો છો ત્યારે તમારે બીએસઇ ખાતે લિસ્ટેડ 5200થી વધુ સ્ટોક્સમાંથી અભ્યાસ, અનુભવ અને આવડત તેમજ તમારી ફાઇનાન્સિયલ સ્ટ્રેન્થ અને રિસ્ક ટેકિંગ કેપેસિટીને ધ્યાનમાં રાખીને એક કે તેથી વધુ સંખ્યામાં અને તે પણ મર્યાદિત સંખ્યામાં સ્ટોક્સની પસંદગી કરવાની રહે છે. માટે એવું ના કહી શકાય કે, સોનામાં 28 ટકા અને ચાંદીમાં 43 ટકા રિટર્ન સામે સેન્સેક્સમાં 14 ટકા જ રિટર્ન છૂટ્યું. પરંતુ જો તમે સેન્સેક્સ પેકની 30 કંપનીઓ પૈકી વર્ષની શરૂઆતમાં એશિયન પેઇન્ટનો શેર ખરીદ્યો હોય તો 80.10 ટકા રિટર્ન છૂટે, ઇન્ડસઇન્ડ બેન્ક ખરીદ્યો હોય તો 77 ટકા નેગેટિવ રિટર્ન અને ઇન્ફોસિસ ખરીદ્યો હોય તો 68 ટકા પોઝિટિવ રિટર્ન છૂટે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ 32 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. જે દર્શાવે છે કે, નવાં કેલેન્ડર વર્ષથી તમારે કોમન નહિં, સ્માર્ટ મેન્ટાલિટી સાથે ટ્રેડ કરવું પડશે. હા જે રોકાણકારો સ્માર્ટ વર્ક નથી કરી શકતાં તેમણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપીનો સહારો લઇ શકાય.

સેન્સેક્સમાં કેલેન્ડર વર્ષ મુજબ સ્થિતિ

વર્ષખુલીબંધ
200820,325.279,647.31
(ટોપ/બોટમ)-21,206.77-7,697.39
20099,720.5517,464.81
201017,473.4520,509.09
201120,621.6115,454.92
201215,534.6719,426.71
201319,513.4521,170.68
201421,222.1927,499.42
201527,485.7726,117.54
201626,101.5026,626.46
201726,711.1534,056.83
201834,059.9936,068.33
201936,161.8041,253.74
202041,349.3646,973.54

સેન્સેક્સ પેકની 2020ની સ્થિતિ

કંપનીખુલીબંધ +/-%
એશિ. પેઇન્ટ1,790.002649(48%)
એક્સિસ બેન્ક755.00610(-25%)
બજાજ ઓટો3,185.003,200.00
બજાજ ફીનસર્વ9,400.008,992.00
બજાજ ફાઇ.4,235.005,184.00
ભારતી એરટેલ458.00517.00
ડો. રેડ્ડી2,888.005203(80.10%)
એચસીએલટેક572.00920.00
એચડીએફસી2,417.002,218.00
HDFC બેન્ક1,275.001,345.00
એચયુએલ1,931.002,399.00
ICICI539.00514.00
ઇન્ડસઇન્ડ1,510.00852(-77%)
ઇન્ફોસિસ733.001236(68%)
આઇટીસી239208
કોટક બેન્ક16861962
લાર્સન13101262
મહિન્દ્રા534711
મારૂતિ73807447
નેસ્લે1482018578
એનટીપીસી119100
ઓએનજીસી12893
પાવરગ્રીડ192190
રિલાયન્સ15161994(32%)
એસબીઆઇ335267
સન ફાર્મા433590
ટીસીએસ21702908
ટેક. મહિન્દ્રા765947
ટાઇટન11961496
અલ્ટ્રાટેક40665042

2077: સ્ટોપલોસ સાથે લોંગટર્મ સ્ટોક્સ

કંપનીછેલ્લોટાર્ગેટસ્ટોપલોસભલામણ
ભારતી517.00575.00438જાળવો/ખરીદો
ICICI514.00550.00440જાળવો/ખરીદો
ઇન્ડસઇન્ડ853.001,500.00775જાળવો/ખરીદો
આટીસી208.00280.00170જાળવો/ખરીદો
લાર્સન1,261.001,500.001060જાળવો/ખરીદો
SBI267.00350.00217જાળવો/ખરીદો
પાવરગ્રીડ190.00225.00180જાળવો/ખરીદો
હિન્દ કોપર60.0055.0037.5જાળવો/ખરીદો

ઇન્ડેક્સ મૂજબની મૂવમેન્ટમ

ઓટો5,67120,317
બેન્કેક્સ11,440.0034,925.00
કેપિ. ગુડ્સ19,792.0018,390.00
કન્ઝ્યુ. ડ્યુરે.7,052.0029,206.00
એનર્જી2586(2016)6,042.00
એફએમસીજી7881(2016)12,590.00
ફાઇનાન્સ3806(2016)6,863.00
હેલ્થકેર16852(2016)21,617.00
આઇટી11042(2016)24,013.00
મેટલ20,108.0011,295.00
ઓઇલ13,433.0013,965.00
પાવર4,584.002,050.00
પીએસયુ10,511.005,693.00
રિયાલ્ટી12,804.002,361.00
ટેકનોલોજી4,016.0011,033.00
ટેલિકોમ1418(2016)1281

વોચ લિસ્ટ ફોર ધ વીક
​​​​​​​
અદાણી પાવર, હિન્દુસ્તાન કોપર, મેઘમણી ઓર્ગેનિક્સ, તાતા પાવર, તાતા સ્ટીલ, તાતા મોટર, શ્રીરામા મલ્ટીટેક, કેડિલા હેલ્થકેર, પીએનબી, ગોદરેજ પ્રોપર્ટીઝ

​​​​​​​2021 માટેનું વોચ લિસ્ટ
અજન્ટા ફાર્મા, એલેમ્બીક ફાર્મા, ડિક્સોન ટેકનો., HDFC એએમસી, એમ્ફેસિસ, વર્લપુલ ઇન્ડિયા, વરૂણ બેવરેજીસ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, આસ્ટ્રાલ પોલિ, ડો. લાલપેથલેબ

​​​​​​​નિફ્ટી માટે 14000- 14200નો નવો ટાર્ગેટ, સ્ટોપલોસ 13626

 • ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે 14000 પોઇન્ટની સપાટીનો નવો ટાર્ગેટ જોઇ શકાય. ઉપરમાં હવે નિફ્ટી 13780- 13800 પોઇન્ટની સપાટી વટાવે તો ઉપરમાં 14000- 14200 સપાટીની શક્યતા, નીચામાં 13626 ટેકાની સપાટી ઘ્યાને રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી.
 • બાયોકોનઃ બુલિશ, છેલ્લોઃ 482, ટાર્ગેટઃ 518, સ્ટોપલોસઃ 458.
 • બાયોકોનમાં પ્રાઇસવોલ્યૂમ બ્રેકઆઉટ બુધવારે જોવા મળ્યું છે. રિસ્ક રિવોર્ડ રેશિયોની દ્રષ્ટિએ શેર આકર્ષક જણાય છે. ટેકનિકલી આરએસઆઇ- સ્મૂધન્ડ ઓસ્સિલેટરની સ્થિતિ જોતાં શેર રૂ. 518 સુધી સુધરી શકે. રૂ. 458નો સ્ટોપલોસ ધ્યાને રાખવો.
 • ઇન્ડસઇન્ડ બેન્કઃ બેરિશ, છેલ્લોઃ 852.80, ટાર્ગેટઃ 805, સ્ટોપલોસઃ 874.
 • ગત સપ્તાહે અચાનક હેવી પ્રોફીટબુકિંગ નોંધાયું છે. ડેઇલી ચાર્ટ ઉપર બેરિશ ક્રોસઓવર તેમજ 5 અને 20 દિવસની શોર્ટટર્મ મૂવિંગ એવરેજ પણ નેગેટિવ સંકેત આપે છે. તે જોતાં શેરમાં રૂ. 874ના સ્ટોપલોસ સાથે નીચામાં રૂ. 805 સુધીનો ટાર્ગેટ ધ્યાને રાખવો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો