તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈનોક્સ ગ્રુપના ઈન્ડસ્ટ્રીયલ અને મેડિકલ ગેસ બિઝનેસ ડિવિઝન ઈનોક્સ એર પ્રોડક્ટ્સે આગામી 36 માસમાં આઠ નવા એર સેપરેશન યુનિટ્સ સ્થાપિત કરવા 2000 કરોડનુ રોકાણ કર્યુ છે. આ રોકાણ સાથે કંપની ઈન્ડસ્ટ્રીયલ ગેસ સેક્ટરમાં સૌથી વધુ ગ્રીનફિલ્ડ ઈન્વેસ્ટમેન્ટ લઈ આવી છે. કંપનીએ વર્તમાન 44 પ્લાન્ટનુ વિસ્તરણ કરતાં તેની લિક્વિડ મેડિકલ ઓક્સિજન કેપિસિટી 50 ટકા સુધી વધશે. આમ કુલ ઉત્પાદન ક્ષમતા 3330 ટીપીડી પ્રતિ દિનથી વધી 4800 ટન પ્રતિ દિન થશે.
કંપનીના ડિરેક્ટર સિદ્ધાર્થ જૈને જણાવ્યુ હતુ કે, ઈન્ડસ્ટ્રીયલ અને મેડિકલ ગેસ સહિતનો પ્રસ્તાવિત ગેસ પ્લાન્ટ આંધ્રપ્રદેશ, બંગાળ, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને ઉત્તરપ્રદેશમાં સ્થાપિત કરાશે. પુણેમાં 1963માં ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન કંપની તરીકે શરૂઆત કર્યા બાદ અમેરિકાની એર પ્રોડક્ટ્સ એન્ડ કેમિકલ્સ કંપનીએ કંપનીનો 50 ટકા હિસ્સો ખરીદી નવુ નામ ઈનોક્સ એર પ્રોડક્ટ્સ આપ્યુ હતું. 3330 ટીપીડી ક્ષમતા સાથે તે દેશની સૌથી મોટી ઈન્ડસ્ટ્રીયલ ગેસ મેન્યુફેક્ચરર છે. 2024 સુધી 4800 ટીપીડી ક્ષમતા ધરાવતી ટોચની કંપની બનશે.
ઈનોક્સ મેડિકલ ગેસ (ઓક્સિજન) ઉત્પાદનમાં માર્કેટ હિસ્સો 60 ટકા જ્યારે ઈન્ડસ્ટ્રીયલ ગેસમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. આ રાજ્યોમાં કંપની પર્યાપ્ત જમીન ધરાવતી હોવાથી જમીન ખરીદવાની સમસ્યા નથી. આગામી માસ બાદ કામગીરી શરૂ કરાશે. આ સેગમેન્ટમાં અગાઉ ક્યારેય આટલુ મોટુ રોકાણ થયુ નથી.
પ્રોજેક્ટ 2023-24 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ ફંડમાં ડેટ અને ઈક્વિટીનુ મિશ્રણ રહેશે. 2023-24 સુધીમાં લિક્વિડ ઓક્સિજન, લિક્વિડ નાઈટ્રોજન, અને લિક્વિડ અર્ગોનનુ ઉત્પાદન 4800 ટન પ્રતિટન થશે. જે પરોક્ષ કે પ્રત્યક્ષરૂપે 1000 નવા રોજગાર સર્જશે.
હાલ 800 હોસ્પિટલોમાં કુલ મેડિકલ ઓક્સિજન માગના 60 ટકા પુરવઠો ઈનોક્સ પૂરો પાડે છે. ઈનોક્સ મેડિકલ ગેસ (ઓક્સિજન) ઉત્પાદનમાં માર્કેટ હિસ્સો 60 ટકા જ્યારે ઈન્ડસ્ટ્રીયલ ગેસમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. આ રાજ્યોમાં કંપની પર્યાપ્ત જમીન ધરાવતી હોવાથી જમીન ખરીદવાની સમસ્યા નથી. આગામી માસ બાદ કામગીરી શરૂ કરાશે.
ઈન્ડસ્ટ્રીયલ અને મેડિકલ ગેસ સહિતનો પ્રસ્તાવિત ગેસ પ્લાન્ટ આંધ્રપ્રદેશ, બંગાળ, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને ઉત્તરપ્રદેશમાં સ્થાપિત કરાશે. આ ઉપરાંત કંપની જરૂરીયાત મુજબ વિસ્તરણની યોજના ઘડશે તેવું અહેવાલમાં દર્શાવાયું છે. ફાર્મા સેક્ટરમાં ઝડપી ગ્રોથ અને ડિમાન્ડ વધતા સેક્ટરમાં પ્રવેશ્યાનો આનંદ છે.
ગુજરાતમાં કંપની બે નવા પ્લાન્ટ્સ સ્થાપિત કરશે
ગુજરાતમાં રૂ. 2000 કરોડની કેપેક્સ સાયકલ હેઠળ બે નવા મેડિકલ અને ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાશે. પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ પ્લાન્ટ તમિલનાડુ થવા ગુજરાતમાં આગામી 12 માસમાં તૈયાર થશે. લોકડાઉનમાં મેડિકલ સેગમેન્ટમાંથી 80 ટકા બિઝનેસ મળ્યો હતો. જ્યારે કોરોના અગાઉ 80 ટકા આવકો ઈન્ડસ્ટ્રીયલ ગેસમાંથી મળતી હતી. 2019-20માં કંપનીને કુલ રૂ. 1800 કરોડની આવકો થઈ હતી. ગતવર્ષે કોરોનાને લીધે લાગૂ લોકડાઉનમાં પ્રથમ ત્રિમાસિકમાં આવકો ઘટી હતી. પરિણામે 2020-21માં આવકો સ્થિરની નજીક રહેવાનો આશાવાદ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.