ઈન્ફોસિસના પરિણામો:ઈન્ફોસિસનો નફો 12 ટકા વધ્યો, રૂ. 15 વચગાળાનું ડિવિડન્ડ

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની બીજા નંબરની ટોચની આઈટી કંપની ઈન્ફોસિસનો 30 સપ્ટેમ્બરના અંતે પૂર્ણ થતાં બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો 11.9 ટકા વધી રૂ. 5421 કરોડ થયો છે. ગતવર્ષે કંપનીએ રૂ. 4845 કરોડનો નફો નોંધાવ્યો હતો.

કંપનીની આવકો 20.5 ટકા વધી રૂ. 29602 કરોડ (રૂ. 24570 કરોડ) થઈ છે. માર્જિનમાં વૃદ્ધિ સાથે કંપનીના બોર્ડે શેરદીઠ રૂ. 15નું વચગાળાનું ડિવિડન્ડ આપવા જાહેરાત કરી છે. બીએસઈ ખાતે શેર 1.42 ટકા ઉછળી 1708.75 પર બંધ રહ્યો હતો.

કંપની આ વર્ષે કોલેજ ગ્રેજ્યુએટ્સ પ્રોગ્રામ અંતર્ગત 45 હજાર લોકોની ભરતી કરવાની યોજના ધરાવે છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 117 નવા ક્લાયન્ટ જોડાયા છે. EPS 1.47 વધી રૂ. 12.88 થઈ છે. સીઈઓ સલિલ પારેખે જણાવ્યું કે, મજબૂત અને પોઝિટીવ ગ્રોથ આઉટલુક સાથે વૈશ્વિક સ્તરે બજારો તકો વધી છે. ક્લાઉડ પ્લે, કોબાલ્ટટીએમ સહિત ડિજિટલ ક્ષમતાઓમાં રોકાણો વધાર્યા છે.

વિપ્રોનો નફો 17 ટકા વધ્યો
વિપ્રોએ બીજા ત્રિમાસિકમાં રૂ. 2930.6 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષ સમાનગાળામાં રૂ. 2484.4 કરોડ સામે 17 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની કોન્સોલિડેટેડ આવકો 30 ટકા વધી રૂ. 19667.4 કરોડ (રૂ. 15114.5 કરોડ) થઈ છે. આઈટી સર્વિસિઝ સેગમેન્ટની આવકો 29.5 ટકા વધી રૂ. 19378.38 કરોડ નોંધાઈ છે. શેર 2.05 ટકા વધી 672.55 પર બંધ રહ્યો હતો.

માઈન્ડટ્રીનો નફો 57 ટકા વધ્યો
માઈન્ડટ્રીનો ચોખ્ખો નફો 57.2 ટકા વધી રૂ. 398.9 કરોડ નોંધાયો છે. ગતવર્ષે કંપનીએ રૂ. 253.7 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. કંપનીની આવકો 34.27 ટકા વધી રૂ. 2586.2 કરોડ (રૂ. 1926 કરોડ) રહી છે.

અન્ય સમાચારો પણ છે...