• Gujarati News
  • Business
  • Inflation Will Fall This Year, Interest Rates Will Rise; Celery Will Grow By More Than 10%

2022માં ક્રિપ્ટોમાં તેજી યથાવત્ રહેશે:આ વર્ષે મોંઘવારી ઘટશે, વ્યાજદર વધશે; સેલરીમાં 10%થી વધુનો ગ્રોથ થશે

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2022માં કયામહત્ત્વના ફેરફાર થશે એને લઈને બે સપ્તાહમાં વિશ્વમાં ઘણાં એનાલિસિસ પ્રકાશિત થયાં છે. ઈકોનોમિક્સના રિસર્ચર નિક રાતલે, કારમૈન આંગ અને ડોરોતે નેઉફેલ્ડે IMF, ગોલ્ડમેન સોક્સ, ડેલોયટ, બ્લૂમબર્ગ, ઈકોનોમિસ્ટ, ફિચ સોલ્યુશન્સ, મોર્ગેન સ્ટેનલી, ફોર્બ્સ, MIT, PWC, વુડ મેકન્જી સહિત 300 એજન્સીના રિપોર્ટ્સ અને એક્સપર્ટના તાજા ઈન્ટરવ્યુનો અભ્યાસ કરવામાં આવ્યો છે. સૌથી વધુ એજન્સીઓ અને એક્સપર્ટ વિશ્વમાં જે 10 ટ્રેન્ડ્સના ઊભરવા કે રહેવા પર 100 ટકા ચોક્કસ રહ્યા એ આ પ્રકારે છે...

મોંઘવારી ઘટશે એ બાબતે 44 એક્સપર્ટ 100% ચોક્કસ છે, જ્યારે મહામારીનો સંપૂર્ણ અંત આવશે એને લઈને સૌથી ઓછા 6 એક્સપર્ટ ચોક્કસ છે.

મોંઘવારી ઘટશે, જોકે ધીરે-ધીરેઃ 44 એક્સપર્ટ
કોરોનાકાળ દરમિયાન 150થી વધુ દેશોમાં મોંઘવારી દર સામાન્યથી વધુ રહ્યો છે. એપ્રિલ પછીથી તેમાં રાહતની આશા છે, જોકે મોંઘવારી વધવાનો ડર ઘટવામાં ઓછામાં ઓછા 9થી 12 મહિના લાગી જશે. ખાદ્ય મોંઘવારી વધવાનો દર ઝડપથી ઘટશે, જ્યારે અન્ય વસ્તુઓનો મોંઘવારી દર ધીરે-ધીરે ઘટશે.

વ્યાજદર વધશે, એપ્રિલથી શરૂઆતઃ 43 એક્સપર્ટ
અમેરિકા, બ્રિટન સહિત તમામ પ્રમુખ દેશોમાં વ્યાજ અથવા બેન્કમાં રકમ જમા કરવા પર વ્યાજ વધશે. નાણાકીય વર્ષ 2022-23ની શરૂઆતમાં જ અમેરિકાની ફેડરલ રિઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને પીપલ્સ બેન્ક ઓફ ચાઇના દરો વધારવાનું શરૂ કરશે, જેની અસર વિશ્વમાં જોવા મળશે.

ક્રિપ્ટોકરન્સી વધવાની ગતિ કાયમઃ 16 એક્સપર્ટ
રોકાણ માટે સૌથી વધુ જોખમ ધરાવતી ક્રિપ્ટોકરન્સીમાં આગળ પણ તેજી જોવા મળી શકે છે. જોકે મોટા ભાગના દેશ તેને સરકારી માન્યતાથી દૂર જ રાખશે. જોકે એમાં થતું રોકાણ સતત વધી શકે છે, કારણ કે શેરબજારમાં રોકાણ કરનારા વિશ્વના 99 ટકા લોકો આનાથી દૂર છે.

આ વર્ષ વર્કર્સનું વર્ચસ્વ ધરાવનારું હશેઃ 15 એક્સપર્ટ
અમેરિકા અને યુરોપમાં નોકરી છોડવાનો ટ્રેન્ડ સતત ચાલુ જ છે, એને પગલે કંપનીઓ કર્મચારીઓને તેમની પસંદગીનું પેકેજ આપવા મજબૂર છે. બ્રિટન-ફ્રાન્સ-જર્મની-ઈટાલી જેવા દેશોમાં એની શરૂઆત થઈ ગઈ છે. કુશળ કામદારોના વેતનમાં આ વર્ષે ડબલ ડિજિટમાં ગ્રોથ થઈ શકે છે.

વેબ 3નો વ્યાપ ઝડપથી વધશેઃ 12 એક્સપર્ટ
વેબ 3 ઈન્ટરનેટના ડી-સેન્ટ્રલાઈઝેશનનું સ્વરૂપ છે. હાલ આપણે વેબ 2.0નો ઉપયોગ કરીએ છીએ. એનો સંપૂર્ણ કન્ટ્રોલ જે-તે ટેક કંપનીની પાસે હોય છે. જ્યારે વેબ 3 બ્લોકચેન ટેક્નોલોજીથી ચાલે છે. એમાં ડેટા કોઈ એક જ સર્વરમાં હોય એવું નથી હોતું. ક્રિપ્ટો નેટવર્ક પણ આનાથી જ ચાલે છે.

યુદ્ધ જેવી સ્થિતિથી વિશ્વ પ્રભાવિત થશેઃ 11 એક્સપર્ટ
અમેરિકા-ઈરાનમાં ચાલી રહેલી ખેંચતાણ વધુ વધશે. ઈઝરાયેલ-ઈરાન વચ્ચેની તકરાર પણ અટકશે નહિ. બીજી તરફ યુક્રેનમાં રશિયાની દખલગીરી યુરોપમાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ કરશે. અહીં પણ અમેરિકા વિરુદ્ધ રશિયાનો નવો મોરચો બની રહ્યો છે. બીજી તરફ, તાઈવાન પર વધતું ચીનનું દબાણ યુદ્ધનું રૂપ લઈ શકે છે.

શેરોમાંથી રિટર્ન પહેલાં કરતાં ઘટી શકે છેઃ 9 એક્સપર્ટ
વર્ષ 2021 શેરબજારમાં કમાણીની રીતે સૌથી સારું રહ્યું છે. વિશ્વનાં બજારોએ 20 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જોકે 2022-23માં શેરબજારમાંથી મળનારું રિટર્ન સિંગલ ડિજિટમાં રહી શકે છે. બજારમાં વોલેટિલિટી ચાલુ રહેશે, જેવી 2021માં રહી હતી.

ઈ-વ્હીકલનું બેનર યર, સસ્તો વિકલ્પઃ 8 એક્સપર્ટ
2022-23માં ઈ-વ્હીકલ્સના ઘણા વિકલ્પો બજારમાં આવશે. એનાથી બે ડાયરેક્ટ ફાયદા થશે. પ્રથમ-કંપનીઓ પર ઈ-વ્હીકલ્સનો ભાવ ઘટાડવાનું દબાણ વધશે. બીજું- યુરોપના બે ડઝન દેશોમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતાં વાહન બંધ કરવાનો પ્લાન તૈયાર થશે. જોકે આ અંગેની ડેડલાઈન પછીથી જાહેર કરાશે.

રેનસમવેર હુમલાઓ વધી શકે છેઃ 8 એક્સપર્ટ
વિશ્વમાં કામનું ડિજિટલાઈઝેશન ઝડપથી વધ્યું, એનાથી એ વાત સ્પષ્ટ છે કે મોટી ટેક કંપનીઓનો ગ્રોથ સતત ચાલુ રહેશે. જોકે રેનસમવેર એટેક વધી રહ્યા છે. એનાથી એવી પણ શક્યતા છે કે સાયબર સિક્યોરિટીના મુદ્દે વિશ્વમાં પડકાર વધી શકે છે.

અમીર દેશ કોરોના સમાપ્ત કરી શકે છેઃ 6 એક્સપર્ટ
યુરોપના અમીર દેશ મહામારીના અંતિમ તબક્કામાં હશે. અહીં વેક્સિનના બૂસ્ટર ડોઝ અને નવી દવાઓને કારણે કોરોનાથી થતાં મૃત્યુને શૂન્ય કરવામાં મદદ મળશે. મધ્યમ આવક અને ઓછી આવકવાળા દેશમાં કોરોનાથી થતાં મૃત્યુનો ખતરો યથાવત્ રહેશે.

અન્ય સમાચારો પણ છે...