ફુગાવો રહેશે:મોંઘવારી હજુ જળવાશે, FY23 ફુગાવાનો અંદાજ 6.7% નિધાર્યો

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહામારી બાદ યુદ્ધના કારણે ફુગાવાનું વૈશ્વિકીકરણ થયું

યુક્રેન-રશિયાના યુદ્ધને કારણે ફુગાવાનું વૈશ્વિકરણ થયું છે અને નવા પડકારો ઉભા થઈ રહ્યા છે જેના પરિણામે કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાના અંદાજને વધારીને 6.7 ટકા કર્યો છે તેમ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું કે એપ્રિલમાં આરબીઆઈએ 2022-23 માટે રિટેલ ફુગાવો 5.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. જે વધારવામાં આવ્યો છે.

રિઝર્વ બેંકે રિટેલ ફુગાવો 4 ટકા પર રાખવાનો નિર્દેશ કર્યો છે અને બંને બાજુ 2 ટકાના વધઘટ સાથે. જોકે રિટેલ ફુગાવો સળંગ છેલ્લા ચાર મહિનાથી 6 ટકાથી ઉપર છે અને એપ્રિલમાં વધીને 7.8 ટકા સુધી પહોંચ્યો છે હાલ તેમાં રાહતની સંભાવના નથી.

દાસે જણાવ્યું હતું કે યુદ્ધ સતત લંબાતું હોવાથી નવા પડકારો ઊભા થયા છે. તે હાલની સપ્લાય ચેઇન વિક્ષેપો પર ભાર મૂકે છે જેના પરિણામે સમગ્ર વિશ્વમાં ફુડ,એનર્જી અને ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે.

“વિશ્વભરના દેશો ફુગાવાને દાયકાના ઉચ્ચ સ્તરે અને સતત માંગ-પુરવઠાના અસંતુલનનો સામનો કરી રહ્યા છે. યુદ્ધને કારણે ફુગાવાનું વૈશ્વિકરણ થયું છે. ફુગાવાના દબાણ વ્યાપક-આધારિત બની ગયા છે અને મોટાભાગે પ્રતિકૂળ પુરવઠાના આંચકાઓ દ્વારા સંચાલિત રહે છે.તેમણે વેચાણ કિંમતોમાં ઇનપુટ ખર્ચના વધતા સંકેતો તરફ ધ્યાન દોર્યું. RBI ગવર્નરની આગેવાની હેઠળની નાણાકીય નીતિ સમિતિ એ નોંધ્યું કે 2022-23ના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં ફુગાવો 6 ટકાના ઉપર રહેવાની શક્યતા છે.

ચોમાસું-ખાદ્યપદાર્થોની કિંમતોમાં ઘટાડા પર મદાર
સામાન્ય ચોમાસું અને ખરીફ કૃષિ સિઝનની અપેક્ષા પર આધારિત છે સરકાર દ્વારા તાજેતરના પુરવઠા બાજુના પગલાં, ઇન્ડોનેશિયા દ્વારા પામ ઓઇલની નિકાસ પ્રતિબંધ દૂર કરવા અને વૈશ્વિક ઔદ્યોગિક ધાતુના ભાવ સૂચકાંકોમાં નરમાઈના સંકેતો ફુગાવાને હળવો કરવામાં મદદ કરશે. મે 21,2022ના રોજ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડા પછી મહદ્અંશે રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...