ઈન્ડિયા રેટિંગ્સ:મોંઘવારીનો માર જળવાશે, ફુગાવો 6.9 ટકાની નવ વર્ષની ટોચે રહેવાનો અંદાજ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રૂડની આક્રમક તેજીના કારણે ઇંધણ, ખાદ્યપદાર્થોની કિંમતોમાં આક્રમક તેજીથી

કોમોડિટીના ભાવોમાં વૃદ્ધિના કારણે આ વર્ષે ફુગાવો 6.9 ટકાની નવ વર્ષની ટોચે રહેવાનો અંદાજ છે. જેને ધ્યાનમાં લેતાં આરબીઆઈ વધુ 75 બેઝિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં આરબીઆઈ કુલ 1.25 ટકા (125 બેઝિસ પોઈન્ટ)નો વધારો કરે તેવી શક્યતા ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે જણાવી છે.

આરબીઆઈ તબક્કાવાર જૂન, 2022માં 0.50 ટકા બાદમાં ઓક્ટોબરમાં 0.25 ટકાનો વધારો કરશે. કેશ રિર્ઝવ રેશિયો 0.50 ટકાથી 5 ટકા વધશે. એપ્રિલમાં રિટેલ ફુગાવો વધવાની ભીતિ વચ્ચે 4 મેએ આરબીઆઈએ અચાનક જ રેપો રેટમાં 0.40 ટકા અને સીઆરઆરમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. એપ્રિલમાં રિટેલ ફુગાવો આરબીઆઈની 6 ટકા લીમિટ સામે વધી 7.8 ટકા નોંધાયો હતો.

રિટેલ ફુગાવો સપ્ટેમ્બર, 2022 સુધી વધવાની સંભાવના છે. ત્યારબાદથી તેમાં ઘટાડો નોંધાશે. 2021-22ના ચોથા ત્રિમાસિકથી ચાલુ નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિક સુધી ફુગાવો 6 ટકાથી વધુ નોંધાશે. જેને અંકુશમાં લેવા વ્યાજદરોમાં વધારો આવશ્યક છે.

3 વર્ષમાં રિટેલ ફુગાવો 4.1%ની સરેરાશ પર હતો
રિટેલ ફુગાવો નાણાકીય વર્ષ 2015-16થી વર્ષ 2018-19 દરમિયાન સરેરાશ 4.1 ટકા હતો. ડિસેમ્બર, 2019માં પ્રથમ વખત ફુગાવો 6 ટકાની સપાટી ક્રોસ કરી હતી. કોવિડથી માગ નબળી પડતાં અને સપ્લાય પડકારોથી ફુગાવો નવે., 2020 સુધી 6 ટકાથી વધુ રહ્યો હતો. ડિસેમ્બર, 2021 સુધી 6 ટકાથી નીચે નોંધાયો હતો. જાન્યુઆરી, 2022માં ફરી એક વખત રિટેલ ફુગાવો 6 ટકાથી વધ્યો હતો.

વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ભારત સજ્જ
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલી અનિશ્ચિતતાઓ વચ્ચે મોટા અર્થતંત્રો સહિત ભારત પડકારોનો સામનો કરવા માટે સજ્જ છે. મજબૂત નાણાકીય સ્થિતિ અને કોર્પોરેટના ટકાઉ ગ્રોથને કારણે વૈશ્વિક પડકારોની અસરોમાંથી ભારત ઝડપથી બહાર નીકળશેનો આશાવાદ ચીફ ઈકોનોમિક એડવાઈઝર વી. અનંથા નાગેશ્વરને આપ્યો છે. બેન્કિંગ સહિત અન્ય સેક્ટર્સમાં સુધારો તેમજ પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ પર ફોકસ વધ્યુ છે.

ખરીદ શક્તિને વેગ આપવા મૂડી ખર્ચ 35 ટકા વધાર્યો
કોવિડમાંથી રિકવર થઈ રહેલી ઈકોનોમીમાં માથાદીઠ ખરીદ શક્તિને વેગ આપવા નાણા મંત્રી નિર્મલા સિતારમણે 2022-23 માટે મૂડી ખર્ચ 35.4 ટકા વધારી રૂ. 7.5 લાખ કરોડ કર્યો છે. વર્તમાન સંજોગો મુજબ જીડીપી ગ્રોથ 7-8 ટકા રહેવાની શક્યતા છે.

રૂપિયો નબળો પડ્યો, એવરેજ 78.19 આસપાસ રહેશે
વિદેશી ફંડમાં વેચવાલી, તેમજ વૈશ્વિક સ્તરે વ્યાજદરોમાં વૃદ્ધિના કારણે રૂપિયો ડોલર સામે નબળો પડ્યો છે. રૂપિયો વધુ 5 ટકા ઘટવાની ભીતિ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં ડોલર સામે રૂપિયા સરેરાશ 78.19 આસપાસ રહેશે.

અન્ય સમાચારો પણ છે...