તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સતત વધી રહેલી મોંઘવારીના કારણે ભારતીય રિઝર્વ બન્ક (આરબીઆઇ)એ નાણા નીતિમાં સતત ત્રીજી વખત રેપોરેટ અને રિવર્સ રેપોરેટમાં કોઇ જ બદલાવ કર્યો નથી. જોકે, રિઝર્વ બેન્કે ઇકોનોમિ મોર્ચે સારા ગ્રોથનો અંદાજ દર્શાવ્યો છે. રિઝર્વ બેન્કે ચાલુ નાણાવર્ષમાં જીડીપી ગ્રોથ દરમાં ઘટાડાનો અંદાજ 9.5 ટકાથી ઘટાડી 7.5 ટકા કરી દીધો છે. જ્યારે કેન્દ્રિય બેન્કે બીજા અને ત્રીજા ત્રિમાસીકમાં પોઝિટીવ ગ્રોથનો અંદાજ રજૂ કર્યો છે.
રિઝર્વ બેન્કે નાણા નીતિની બેઠક પછી કેન્દ્રિય બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું કે ગ્રામ્ય અને શહેરી માગમાં સુધારો જોવા મળી રહ્યો છે. ગ્રામિણ માંગમાં સુધારો અને મજબૂતી જોવા મળશે તેવી આશા છે. જ્યારે શહેરી માંગ વેગ પકડી રહી છે. શક્તિકાંત દાસે કહ્યું કે વ્યાજદર યથાવત રહેવાનો દૌર ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન જળવાઇ રહેશે તેમજ જ્યાં સુધી ગ્રોથ વેગ ન પકડે ત્યાં સુધી. આ ઉપરાંત મોંધવારીના ટાર્ગેટને ધ્યાનમાં લઇ કોવિડ-19ની અસરને ઘટાડવાનો છે.
આરબીઆઇ ગવર્નરે જણાવ્યું કે ખરીફ મોટા પાક અને ઠંડીના કારણે મોંધવારીમાં અમુક અંશે રાહતથી વધુ રહેવાની સંભાવના છે. વ્યાજદરમાં આ ઉપરાંત એમએસએફ અને બેન્કદરમાં પણ કોઇ બદલાવ નહિં કરી તેને 4.25 ટકા પર જાળવી રાખ્યો છે. દાસે કહ્યું કે ગ્રાહક મૂલ્ય સુચકઆંક આધારિત નાણાનીતિ ત્રીજી ત્રિમાસીકમાં 6.8 ટકા અને ચોથી ત્રિમાસીકમાં 5.8 ટકા રહેવાનો અંદાજ છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.