વૈશ્વિક સ્તરે રિસેશનનો માહોલ લંબાઇ રહ્યો છે. ફુગાવાને ડામવા માટે વિશ્વની મોટાભાગની તમામ સેન્ટ્રલ બેન્કો વ્યાજ દરમાં સતત વધારો કરી રહી છે. વ્યાજદર વધારાની સામે મોંઘવારી વધુ ઝડપી વધી છે માટે હવે વ્યાજદરમાં વધારો એકસાથે એકટકાથી વધુ સેન્ટ્રલ બેન્ક આપે તો જ સોનાની તેજી અટકી શકે છે.
મોંઘવારીમાં ફરી સોનું વિશ્વસનીયતા પુરવાર સાબીત થવા લાગ્યું છે જેના કારણે આં.રા.બજારમાં સોનું ઉછળી 1875 ડોલર અને ચાંદી 22 ડોલરની સપાટીએ પહોંચ્યું છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ઘસાઇ રહ્યો છે જેના કારણે સ્થાનિકમાં સોનું ફરી 55000 ઝડપી થઇ શકે છે.
એગ્રીમાં ખાદ્યતેલો નરમ, નવા વાવેતર પર મૂવમેન્ટ
એગ્રિ કોમોડિટીમાં ખાદ્યતેલોમાં તેજીના વળતા પાણી થયા છે. આયાતમાં વૃદ્ધિ થવા સાથે વૈશ્વિક બજારમાં ભાવ ઘટતા સ્થાનિકમાં ડબ્બાદીઠ ગત સપ્તાહે રૂ.25-50નો ઘટાડો આવ્યો છે. ચોમાસાની ગતીવિધી તથા નવી સિઝનમાં વાવેતર અને ઉત્પાદન કેવા રહે છે તેના પર એગ્રી કોમોડિટીમાં હવે તેજી-મંદીનો ટ્રેન્ડ નિર્ભર બનશે. આગામી એકાદ-બે માસ ભાવ સપાટી નજીવી રેન્જમાં અથડાઇ જશે. ઝડપી ઘટાડો પણ નકારાઇ રહ્યો છે.
મેટલ્સ માર્કેટમાં ફંડામેન્ટલ ઘટાડાના
1 ચીનમાં માગ પર જ તેજીનો ટ્રેન્ડ : ચીનમાં લોકડાઉન દુર થયું છે પરંતુ ધારણા મુજબની માગ નથી જેના કારણે તેજીને સપોર્ટ મળતો નથી. ચીને વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે પરંતુ તેની કોઇ પોઝિટીવ અસર જોવા મળી નથી.
2ઝિંક-કોપર તથા નિકલ વોલેટાઇલ રહેશે: વૈશ્વિક સ્તરે ન્યૂ એજ મેટલ્સ એટલે કે બેટરી મટીરિયલની માગ ધીમી પડી છે જોકે, ઓટો સેક્ટર ફરી વૃદ્ધિ સાધતા તેની ડિમાન્ડ ખુલશે પરંતુ હજુ આગામી એકાદ સપ્તાહ કોપર, ઝિંક, નિકલ માર્કેટ વોલેટાઇલ રહી શકે છે.
3ડોલરની મજબૂતીથી ટ્રેન્ડ નરમઃ ફેડની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરાશે તેવા અહેવાલ અને ડોલર ઇન્ડેક્સની તોફાની મૂવમેન્ટના કારણે ટ્રેન્ડ ઘટાડા તરફી જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.