તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Infibeam Avenues Will Lend To Small Businesses Using Artificial Intelligence, Partner With Banks And NBFCs

નવું સાહસ:ઇન્ફીબીમ એવન્યુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી નાના વેપારીઓને ધિરાણ આપશે, બેન્ક અને NBFC સાથે જોડાણ કરશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીની રેવન્યુમાં 120% વધારો

દેશભરના વેપારીઓ સહિતના બિઝનેસમાં ડિજિટાઈઝેશનના વધતાં ચલણને ધ્યાનમાં રાખીને ગુજરાતનાં ગાંધીનગરમાં આવેલી પેમેન્ટ્સ અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર કંપની ઇન્ફીબીમ એવેન્યુએ ધિરાણ બજારમાં પ્રવેશવાનું નક્કી કર્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે તે તેના 30 લાખથી વધુ વેપારીઓને લક્ષ્યમાં રાખીને ધિરાણ સક્ષમ કરવા માટે બેંકો અને નોન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFCs) સાથે વ્યૂહાત્મક જોડાણ કરશે.

AI સંચાલિત ધિરાણ અમારા માટે માર્જિન ડ્રાઈવર બનશે
ઇન્ફિબીમ એવેન્યુના મેનેજિંગ ડિરેક્ટર વિશાલ મહેતાએ જણાવ્યું કે, અમે ક્રેડિટ એલ્ગોરિધમ, ક્રેડિટ પ્લેટફોર્મ, ફ્રેમવર્ક અને મર્ચન્ટ ડેટાબેઝના આધારે ધિરાણ આપીશું. જે પ્રકારે નાના વેપારમાં ડિજિટાઈઝેશનના વધી રહ્યું છે તે જોતાં અમે આ તકને પૂરેપૂરી રીતે ઉભી કરવા માટે તૈયાર છે. અમે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)-સંચાલિત પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અમારા ધિરાણ વ્યવસાયને સક્ષમ બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. ક્વાર્ટર દીઠ રૂ. 50,000 કરોડના વર્તમાન ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ મૂલ્ય અને અમારા પ્લેટફોર્મ પર લાખો KYC વેપારીઓ સાથે, AI સંચાલિત ધિરાણ અમારા માટે ભાવિ વૃદ્ધિ અને માર્જિન ડ્રાઈવર બનશે.

ગ્રોસ રેવન્યુ રૂ. 216 કરોડ પર પહોંચી
કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર હિરેન પાધ્યાએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં અમારું ગ્રોસ રેવન્યુ ગત વર્ષના રૂ. 98 કરોડ સામે 120% વધીને રૂ. 216 કરોડ પર પહોંચી છે. અમારા ઉદ્યોગની અગ્રણી નફાકારકતા જાળવી રાખીને, વૃદ્ધિ અને ડિજિટલ પરિવર્તનની તકમાં અમારા વિસ્તરણને શક્તિ આપવા માટે અમે વ્યાજબી રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્રિમાસિક ગાળામાં એવિએશન, હોસ્પિટાલિટી અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટર તરફથી ઓછા વોલ્યુમ છતાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે.

કંપનીના નફામાં 12.44%નો વધારો થયો
આ વર્ષે જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 11.90 કરોડથી 12.44% વધીને રૂ. 13.38 કરોડ થયો છે જ્યારે નેટ રેવન્યુ રૂ. 51 કરોડથી વધીને રૂ. 52 કરોડ થઈ છે. નેટ રેવન્યુમાં નફાનો શેર 23%થી વધીને 26% પર પહોંચ્યો છે. ભારતીય સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીના શેરે પાછલા એક વર્ષમાં રોકાણકારોને 21% જેવુ વળતર આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...