મોંઘવારીમાં રાહત નહિ:ખાવા-પીવાના સામાનના ભાવ વધ્યા, જથ્થાબંધ મોંઘવારી દર ઓક્ટોબરમાં વધી 12.5% થયો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ(WPI) દર ઓક્ટોબરમાં વધીને 12.5 ટકાએ પહોંચી ગયો છે. સપ્ટેમ્બરમાં એ 10.6 ટકા હતો, જ્યારે એક વર્ષ પહેલાં ઓક્ટોબર 2020માં 1.31 ટકા પર હતો. મોંઘવારી વધવાનું મુખ્ય કારણ પેટ્રોલ-ડીઝલ, ખાવા-પીવાનો સામાન અને મેટલની કિંમતોમાં થયેલો વધારો છે.

મોંઘવારી દર સતત 7 મહિનાથી ડબલ ડિજિટમાં છે. ઓક્ટોબર મહિના માટે WPI ઈન્ડેક્સમાં મહિના-દર-મહિના મુજબનો ફેરફાર 2.28 ટકા રહ્યો હતો. જ્યારે WPI ફૂડ ઈન્ડેક્સ પર આધારિત મોંઘવારી દર સપ્ટેમ્બરના 1.14 ટકાથી વધીને ઓક્ટોબરમાં 3.06 ટકા થયો.

મહિના-દર-મહિનાના આધારે મોંઘવારી(ઓક્ટોબર Vs સપ્ટેમ્બર)
ખાવા-પીવાનો સામાન- 3.06% Vs 1.14%
ઈંધણ અને પાવર- 37.18% Vs 24.81%
બટાટા- (-51.32) ટકા Vs (-48.95%)
પ્રાઈમરી આર્ટિકલ- 5.20% Vs 4.10%
ડુંગળી- (-25.01) Vs (-1.19%)
ઈંડાં, માંસ અને માછલી- 1.98% Vs 5.18%
મેન્યુફેકચર્ડ પ્રોડક્ટ- 12.04% Vs 11.41%
શાકભાજી- (-18.49) Vs (-32.45)

4.48% રહ્યો હતો રિટેલ મોંઘવારી દર
આ પહેલાં શુક્રવારે રિટેલ મોંઘવારી દરના આંકડા બહાર પાડવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી દર 4.35 ટકાથી વધીને 4.48 ટકા થયો. જોકે આ આંકડો RBIના મોંઘવારી દરના અનુમાન 2-6%ની અંદર જ છે.

અન્ય સમાચારો પણ છે...