• Gujarati News
  • Business
  • India's Services Sector Growth Hits 4 month Low Of 55.5%, Though Expands For 12th Straight Month

ગ્રોથ:ભારતના સર્વિસ સેક્ટરનો ગ્રોથ 4 મહિનાના તળિયે 55.5 નોંધાયો, જોકે સતત 12મા મહિને વિસ્તરણ રહ્યું

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિકૂળ આબોહવા, સખત સ્પર્ધા અને વધતા ફુગાવાને કારણે માંગને અસર

દેશમાં સ્પર્ધાત્મક દબાણ, ફુગાવામાં વધારો તેમજ પ્રતિકૂળ હવામાનને કારણે જુલાઇ મહિનામાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ 4 મહિનાના તળિયે જોવા મળ્યો હતો. S&P ગ્લોબલ ઇન્ડિયા સર્વિસીઝનો PMI બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ 59.2થી ઘટીને 55.5 નોંધાયો હતો. બીજી તરફ સતત 12માં મહિને સર્વિસ સેક્ટરના આઉટપુટમાં વિસ્તરણ જોવા મળ્યું હતું.

PMI ઇન્ડેક્સમાં 50ની ઉપરનો આંક વિસ્તરણ દર્શાવે છે જ્યારે 50ની નીચેનો આંક તેમાં ઘટાડો દર્શાવે છે. સરવે અનુસાર, જુલાઇ મહિનામાં અનુકૂળ માંગની સ્થિતિ અને માર્કેટિંગને કારણે કેટલાક સર્વિસ પ્રોવાઇડર્સે વેચાણમાં વૃદ્વિ નોંધાવી હતી. જો કે, ગળાકાપ સ્પર્ધા અને પ્રતિકૂળ આબોહવાને કારણે ગ્રોથ પ્રભાવિત થયો હતો.

S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના ઇકોનોમિક એસોસિએટ ડાયરેક્ટર પોલિયાના ડે લીમા અનુસાર, જુલાઇ દરમિયાન પ્રતિકૂળ આબોહવા, સખત સ્પર્ધા અને વધતા ફુગાવાને કારણે માંગને અસર થતા ભારતના સર્વિસ સેક્ટરની ગતિવિધિને ફટકો પડ્યો પહતો. ઉત્પાદન અને વેચાણ ચાર મહિનાના સૌથી નબળા દરે વિસ્તરણ પામ્યા હતા.ભારતીય સર્વિસ સેક્ટર માટે આંતરરાષ્ટ્રીય માંગ મંદ રહેતા ખાસ કરીને ભારતીય માર્કેટ સેલ્સ ગ્રોથ માટે મહત્વની ચાવી બની રહી હતી.

આ વર્ષ દરમિયાન માત્ર 5 ટકા કંપનીઓએ ઉત્પાદનમાં વૃદ્વિનો અંદાજ વ્યક્ત કરતો હવોાથી સર્વિસ ઇકોનોમીમાં ઘટાડો થયો હતો, જ્યારે 94 ટકા કંપનીઓએ અત્યારના સ્તરેથી તેમની બિઝનેસ એક્ટિવિટીમાં કોઇપણ ફેરફાર નથી.

રોજગારીમાં અનુમાન કરતા રિકવરી મંદ
જોબની દૃષ્ટિએ વાત કરીએ તે, જુલાઇ મહિનામાં સર્વિસ સેક્ટરમાં રોજગારીનું ચિત્ર ઠીક જોવા મળ્યું હતું. રોજગારી સર્જનનો દર અપૂર્ણાંક અને ખાસ કરીને જૂનના સ્તરે જ હતો. કંપનીમાં કામદારોની ભરતીની જરૂરિયાત ના હોવાથી મોટા ભાગની કંપનીઓએ જુલાઇ મહિના દરમિયાન હાયરિંગ ટાળ્યું હતું. માર્જીન સાચવવા માટે સંઘર્ષ કરતી સર્વિસ સેક્ટરની કંપનીઓ માટે ખર્ચ ફુગાવાના દબાણમાં પાંચ મહિનાના તળિયે રહેતા થોડા અંશે રાહતનો શ્વાસ લીધો હતો. તેમ છતાં, સરવેમાં ભાગ લેનારા લોકોએ ખાદ્યપદાર્થો,
ઇંધણ, ઇન્પુટ, લેબર, રિટેલ અને ટ્રાન્સપોર્ટેશનની કિંમતને કારણે ખેંચતાણ પણ રહી હોવાનું કહ્યું હતું.

PMI આઉટપુટ ઇન્ડેક્સ પણ ઘટીને 56.6 નોંધાયો
જુલાઇ દરમિયાન S&P ગ્લોબલ ઇન્ડિયા PMI આઉટપુટ ઇન્ડેક્સ પણ જૂનના 58.2થી ઘટીને 56.6 નોંધાયો હતો. આ ઇન્ડેક્સ સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઉત્પાદનને માપે છે. તેમાં પણ માર્ચ મહિનાથી સૌથી મંદ વધારો જોવા મળ્યો હતો. જુલાઇ મહિનામાં ફુગાવાના દબાણને કારણે ખાદ્યપદાર્થો, ઇંધણ, ઉત્પાદો, સ્ટાફ, રિટેલ અને પરિવહન સેવાને પણ અસર થતા સર્વિસ સેક્ટરની કંપનીઓના ખર્ચમાં પણ વધારો થયો હતો. ઇન્પુટ ખર્ચ પણ પાંચ મહિનામાં સૌથી મંદ ગતિએ વધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...