• Gujarati News
  • Business
  • India's GDP Growth Forecast For 2022 23 Cut To 7% From 7.8%, Repo Rate To Rise To 5.90%

ફિચે ઈકોનોમિક ગ્રોથનો અંદાજ ઘટાડયો:2022-23 માટે ભારતનો GDP ગ્રોથ અંદાજ 7.8% થી ઘટાડીને 7% કરાયો, રેપો રેટ વધીને 5.90% થશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચ (Fitch) એ નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતનો ઈકોનોમિક અંદાજ ઘટાડીને 7 ટકા કર્યો છે. આ પહેલા જૂનમાં 7.8 % નો અંદાજ હતો. તે જ સમયે નાણાકીય વર્ષ 2023-24 માટે વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 6.7% કરવામાં આવ્યો છે, જે અગાઉ 7.4% હતો.

ફિચે કહ્યું છે કે, નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં વાર્ષિક આધારે 13.5% ની સાથે ઈકોનોમિમાં સુધારો થયો છે. પરંતુ આ અમારા 18.5% ગ્રોથના અંદાજ કરતાં ઓછો છે. સિઝનલી એડજસ્ટેડ અંદાજ ત્રિમાસિક ધોરણે 3.3% નો ઘટાડો થયો છે. ગલોબલ ઈકોનોમિની સ્થિતિને જોતાં વધતી જતી મોંધવારી અને ક્ડક મોનિટરીંગ પોલિસીને ધ્યાનમાં રાખીને GDPમાં મંદી આવી શકે છે.

RBI રેપો રેટ વધારશે
ફિચનું માનવું છે કે, RBI વર્ષના અંતે રેપો રેટ વધારીને 5.90% કરશે. RBI નો ભાર મોંઘવારી ઘટાડવા પર છે. ફિચે કહ્યું કે, અમે આગામી દિવસોમાં પોલિસી રેટ તેની ટોચ પર પહોંચશે તેવી આશા રાખીએ છીએ. અને તે આવતા વર્ષે 6% પર રહેશે.

ગ્લોબલ ગ્રોથને પડશે ફટકો
ગ્લોબલ ગ્રોથના સંદર્ભમાં ફિચે 2022માં વિશ્વની GDP ગ્રોથ 2.4% ની આશા રાખી છે. જે પહેલાના અંદાજ કરતા 0.5% થી ઓછી છે. જ્યારે 2023 માટે ગ્રોથનો અંદાજ 1% ઘટાડીને 1.7% કરવામાં આવ્યો છે.

અમેરિકા, યુરોપમાં આ વર્ષેના અંતમાં મંદી જોવા મળશે
ફિચે કહ્યું કે, યુરોપ અને યુનાઇટેડ કિંગડમમાં આ વર્ષના અંતમાં મંદી આવી શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકામાં 2023ના મધ્ય સુધી સામાન્ય મંદી આવી શકે છે. અમેરિકાનો ગ્રોથ ઘટીને 1.7% અને 2023 માટે 0.5% કરવામાં આવ્યો છે.

જૂનના કવાર્ટરમાં GDP ગ્રોથ 13.5% રહ્યો
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના (NSO) આંકડા અનુસાર, જૂનમાં GDP ગ્રોથ 13.5% રહ્યો હતો. છેલ્લા વર્ષના સમાન કવાર્ટરમાં 20.1% હતો. છેલ્લા કવાર્ટરમાં GDP ગ્રોથ 4.1% હતો. એટલે કે અગાઉના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરની સરખામણીએ દેશનો વિકાસ દર સારો હતો.

RBI નો ગ્રોથ 7.2%નો અંદાજ
RBI એ આ મહિનાની શરૂઆતમાં પોતાની નાણાકીય નીતિની બેઠકમાં કહ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના પહેલા કવાર્ટરમાં GDP ગ્રોથ રેટ લગભગ 16.2% રહેવાની શક્યતા છે. RBI એ FY23 માટે GDP ગ્રોથનો અંદાજ 7.2% પર જાળવી રાખ્યો છે.

GDP શું છે?
GDP એ અર્થવ્યવસ્થાને માપવા માટે એક કોમન ઈન્ડિકેટર્સમાંથી એક છે. GDP એ દેશમાં ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદિત થયેલ માલસામાન અને સેવાઓનું મૂલ્ય દર્શાવે છે. આમાં દેશની સીમામાં ઉત્પાદન કરતી વિદેશી કંપનીઓ પણ સામેલ છે. જ્યારે અર્થતંત્ર સ્વસ્થ હોય છે, ત્યારે બેરોજગારીનું સ્તર સામાન્ય રીતે ઓછું હોય છે.

GDPના વધઘટનો જવાબદાર કોણ છે?
GDPમાં વધારા-ઘટાડા માટે ચાર મહત્વપૂર્ણ એન્જિન છે. પ્રથમ તમે અને હું. તમે જે રકમ ખર્ચો છો તે આપણી ઈકોનોમિમાં અર્થતંત્રમાં ફાળો આપે છે. બીજું ખાનગી ક્ષેત્રનો બિઝનેસ ગ્રોથ છે. તે GDPમાં 32% ફાળો આપે છે. ત્રીજું સરકારી ખર્ચ છે. તેનો અર્થ એ છે કે ગુડ્સ અને સર્વિસને પ્રોડ્યૂસ કરવામાં કેટલો ખર્ચ કરી રહી છે. જેનો GDP માં 11% ફાળો છે. અને ચોથી ચોખ્ખી માંગ છે. આ માટે, ભારતની કુલ નિકાસને કુલ આયાતમાંથી બાદ કરવામાં આવે છે, કારણ કે ભારતમાં નિકાસ કરતાં વધુ આયાત છે. તેથી તેની અસર GPD પર નકારાત્મક છે.

અન્ય સમાચારો પણ છે...