સ્થિતિ નિયંત્રણ હેઠળ છતાં:ભારતનું વિદેશી દેવુ 8.5% વધીને 620 અબજ ડૉલરે આંબી ગયું

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી દેવાનો 53.2 ટકા હિસ્સો અમેરિકી ડૉલર સ્વરૂપે

માર્ચ 2022 સુધીમાં ભારતનું વિદેશી દેવું 8.5 ટકા વધીને 620.7 અબજ ડૉલર થયું છે. નાણા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વિદેશી દેવાની હાલની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અમેરિકી ડૉલર 53.2 ટકા મજબૂત થયો હોવાથી દેવામાં વધારો થયો હતો.

હાલ વિદેશી દેવાનું પ્રમાણ જીડીપી (કુલ રાષ્ટ્રીય ઉપજ)ના 19.0 ટકા છે. જ્યારે વિદેશી દેવા સામે અનામતનું પ્રમાણ 97.8 ટકા છે. માર્ચ 2022 સુધીમાં વિદેશી દેવાના પ્રમાણમાં ફોરેન કરન્સી રિઝર્વનું પ્રમાણ 97.8 ટકા છે. જે એક વર્ષ અગાઉ 100.6 ટકા હતું.

ઉલ્લેખનીય છે કે દેશના કુલ વિદેશી દેવામાં 53.2 ટકા હિસ્સો અમેરિકી ડૉલર સ્વરૂપે છે જ્યારે 31.2 ટકા દેવાની ચૂકવણી ભારતીય રૂપિયામાં કરવાની છે. નાણા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 499.1 અબજ ડૉલર લાંબા ગાળાનું દેવુ (લૉંગ ટર્મ ડેટ) છે. જે કુલ વિદેશી દેવાનો 80.4 ટકા હિસ્સો છે. જ્યારે આશરે 121.7 અબજ ડૉલર ટૂંકા ગાળાનું દેવુ છે. જે કુલ દેવાના 19.6 ટકા હિસ્સો છે.

અન્ય સમાચારો પણ છે...