નુકસાની:અમેરિકી કડાકાના પગલે ભારતના ક્રુડ ઓઈલ ટ્રેડરોને રૂ. 400-450 કરોડની ખોટ સહન કરાવી પડે તેવી સંભાવના

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેડર્સની સાથે બ્રોકર્સ અને એક્સચેન્જને પણ નુકસાની સહન કરાવી પડશે

સોમવારે ન્યુયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ પર ક્રુડનો વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (WTI) વાયદો ઐતિહાસીક રીતે પહેલી વાર માઈનસ 37ડોલરમાં ટ્રેડ થયો હતો. તેના પગલે ભારતમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ ક્રુડના એપ્રિલ કોન્ટ્રાક્ટમાં ભારે ઉથલ-પાથલ થઇ ગઈ હતી. વાયદો પૂરો થયો ત્યારે MCX પર 11,500 લોટ્સ (1 લોટ=100બેરલ)ની ઓપન પોઝીશન હતી. અમેરિકન ક્રુડમાં જે થયું તે હિસાબે ભારતમાં ક્રુડનો ટ્રેડ કરનારાઓને અંદાજે રૂ. 400-450 કરોડની નુકસાની જવાનો અંદાજ છે. બ્રોકરોના જણાવ્યા પ્રમાણે આપણો વાયદો WTIના આધારે ચાલે છે જેના કારણે આ સ્થિતિ ઉભી થઇ છે અને જો આમાં રેગ્યુલેટરી ઓથોરીટી કઈ નહિ કરે તો બ્રોકરોએ પણ મોટી નુકસાની ભોગવવી પડશે કેમ કે, મોટા ભાગે ટ્રેડર્સ માત્ર માર્જીન મની જ ભરે છે.

MCX પર -37 ડોલરની કિંમતના આધારે વાયદા સેટલ કરવા પડશે
નિષ્ણાતોના મતે નિયમ મુજબ, ફાઈનલ સેટલમેન્ટના સમયે MCX ક્રૂડ ઓઇલ ફ્યુચર્સનો એક્સપાયરી કિંમત US એક્સચેંજ પરના નજીકના ઓઇલ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની એક્સપાયરી કિંમત પર આધારિત છે. સોમવાર સુધીમાં, MCX પર એપ્રિલ મહિનાના ક્રૂડ ઓઇલ કરારની ઓપન પોઝિશન 11500 લોટ્સની હતી. મતલબ કે US ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના કલોઝિંગના આધારે MCXનો 11500 લોટ્સના કોન્ટ્રાક્ટ સેટલમેન્ટ કરવા પડે. સોમવારે નજીકના મહિનાના કોન્ટ્રાક્ટના આધારે ક્રૂડ ઓઇલની કિંમત USમાં -37 ડોલરમાં સેટલ થઈ હતી. મતલબ, MCX પરના 11500 કોન્ટ્રાક્ટ હવે -37 ડોલરની કિંમતના આધારે સેટલ કરવા પડશે.

કઈ રીતે થઇ રહી છે નુકસાનીની ગણતરી

  • WTI વાયદાનું સેટલમેન્ટ -37 ડોલર એટલે $37 x 76.6335 (એક્સચેન્જ કિમત) = રૂ. 2835.44
  • MCX સેટલમેન્ટ - એક્સચેન્જ કલોઝિંગ+WTI સેટલમેન્ટ એટલે કે રૂ. 965+2835.44 = રૂ. 3800 પ્રતિ બેરલ
  • MCX ઓપન પોઝિશન - 11,500 લોટ્સના હિસાબે રૂ. 3800 x 11500 લોટ્સ = રૂ. 4.37 કરોડ
  • બેરલમાં કન્વર્ટ કરીએ તો 1 લોટ=100બેરલના હિસાબે કુલ નુકસાની અંદાજે રૂ. 438 કરોડ

બ્રોકરોને પણ નુકસાની સહન કરાવી પડી શકે છે
ગુજરાતના એક બ્રોકરના જણાવ્યા પ્રમાણે, આ સમગ્ર મામલે સેબીએ દરમિયાનગીરી કરાવી પડશે અને ઠોસ પગલા પણ લેવા પડશે. નહીતો એક્સચેન્જની સાથે સાથે બ્રોકરોને પણ મોટી નુકસાની સહન કરાવી પડી શકે છે. સામાન્ય રીતે ટ્રેડરો મોટા ભાગે માર્જિન મની ભરીને જ ટ્રેડ કરતા હોય છે. હાલની પરિસ્થિતિએ જો ટ્રેડર્સ પૈસા ભરવાની ના કહે તો તેનો બોજો સીધો બ્રોકરો પર આવશે.

ખોટ કરનારાઓ સોદા રદ્દ કરવા માગ કરી રહ્યા છે
આ પ્રકરણમાં જે લોકો નુકસાની કરી રહ્યા છે તેઓ સોદા રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે જયારે બીજી તરફ નફો કરનારા લોકો દલીલ કરી રહી છે કે જો આમ કરવામાં આવેવ તો આ પહેલાથી નક્કી કરેલા ધોરણોનું ઉલંઘન હશે. MCXએ એક નિવેદન જારી કરી એપ્રિલ વાયદા માટે પાછળથી સેટલમેન્ટ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...