તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • India's Challenge To China's Dominance In E vehicles Will Use Aluminum Batteries Instead Of Lithium, It Will Also Be Cheaper

ચીનને ટક્કર:ઈ-વ્હિકલ્સમાં ચીનના દબદબાને ભારત તરફથી પડકાર, લિથિયમની જગ્યાએ એલ્યુમિનિયમ બેટરીનો ઉપયોગ કરશે, તે સસ્તી પણ હશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લિથિયમ બેટરી માટે દુનિયા ચીન પર નિર્ભર, જોકે એલ્યુમિનિયમનો ભારત પાસે ભંડાર છે

દુનિયાની સાથે સાથે ભારતમાં પણ ઈલેક્ટ્રિક વાહનોનું બજાર ઝડપથી વધી રહ્યું છે પણ તેમાં વપરાતી લિથિયમ આયન બેટરીઓ માટે તમામ દેશ મોટા ભાગે ચીન પર નિર્ભર છે. ચીનના આ સામ્રાજ્યને ભારતે પડકારવાની તૈયારી કરી લીધી છે. ભારત એવી ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે જેમાં બેટરીના મુખ્ય ઘટક તરીકે લિથિયમની જગ્યાએ એલ્યુમિનિયમનો વપરાશ થશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(આઈઓસી)એ એલ્યુમિનિયમ બેટરી બનાવવા માટે ઈઝરાયલી સ્ટાર્ટઅપ ફિનર્જી લિમિટેડ સાથે કામ શરૂ કરી દીધું છે.

આઈઓસીમાં આરએન્ડડી નિર્દેશક એસ.એસ.વી. રામકુમાર કહે છે કે લિથિયમ દુર્લભ છે એટલા માટે આપણે એવાં તત્વનો ઉપયોગ કર્યો જે દેશમાં પ્રાકૃતિક રીતે ઉપલબ્ધ છે. એલ્યુમિનિયમ બેટરી, લિથિયમ બેટરીઓની તુલનાએ શ્રેષ્ઠ સાબિત થશે. સૌથી પહેલાં તો તે સંભવિત રૂપે સસ્તી હશે. તેને લાંબી રેન્જ માટે ઉપયોગમાં લઈ શકાશે, સુરક્ષિત પણ હશે. બીએનઈએફ(લંડન)માં એનર્જી સ્ટોરેજના વડા જેમ્સ ફ્રિથ કહે છે કે એલ્યુમિનિયમનો સપ્લાય લિથિયમથી સારો છે. પણ લિથિયમ આધારિત સિસ્ટમના સતત ઘટતા ભાવ તેના માટે પડકાર બનશે.

એવામાં ડેવલોપરોએ ઓક્સિજન-એર ટેક્નોલોજી મજબૂત કરવા ઈનોવેશન કરવા પડશે. ખરેખર દુનિયાના આશરે અડધા લિથિયમ પર સીધો કે અપ્રત્યક્ષ રીતે ચીનનો કબજો છે. બોલિવિયાથી ચિલી સુધી ચીને લિથિયમના બિઝનેસ પર અધિકારનો પ્રયાસ કર્યો છે. 2040 સુધી વિશ્વની 50 ટકા ગાડીઓ લિથિયમ બેટરીઓથી ચાલશે. ચીન તેના સપ્લાય માટે ઉત્સુક છે. ફોર્બ્સ અનુસાર આ મામલે ચીન નંબર 1 છે.

આઈઓસીનાં 30 હજાર ફીલિંગ સ્ટેશન, બેટરી સ્વેપિંગ સ્ટેશનનું કામ કરશે
એલ્યુમિનિયન પ્લેટ હવામાં ઓક્સિજનથી પ્રતિક્રિયા કરે છે તો જે વીજળી બને છે તેનો ઉપયોગ કરી બેટરી કામ કરે છે. બેટરીના સેલને રિચાર્જ કરી શકાતો નથી. એટલા માટે ફિનર્જી નવી બેટરી આપવા અને રિસાઈકલ કરવા પર કામ કરી રહી છે. આઈઓસીની યોજના 30 હજાર ફીલિંગ સ્ટેશનોને બેટરી સ્વેપિંગ સ્ટેશન તરીકે ઉપયોગમાં લેવાની છે.

અન્ય સમાચારો પણ છે...