તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટાર્ટઅપ્સનો સરવે:ભારતીય સ્ટાર્ટઅપ્સમાં આ વર્ષે 9.3 અબજ ડોલરના રોકાણો થયા

નવી દિલ્હી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

મહામારીના પડકારો વચ્ચે 2020માં દેશમાં સ્ટાર્ટઅપ્સમાં 9.3 અબજ ડોલરના રોકાણો નોંધાયા છે. કન્સલ્ટન્સી કંપની ટ્રેકકંચ્રના રિપોર્ટ અનુસાર, 2019માં ભારતીય સ્ટાર્ટઅપ્સે 14.5 અબજ ડોલરના રેકોર્ડ રોકાણો સામે આ વર્ષે રોકાણો અડધા થયા છે. ગતવર્ષે 1185 ડીલ્સ થઈ હતી. જ્યારે આ વર્ષે 1088 ડીલ્સ થઈ હતી. 2020માં 100 મિલિયન ડોલરની 20 ડીલ્સ (26 ડિલ્સ) થઈ હતી. જ્યારે 50 મિલિયન ડોલરની ડીલ્સ ઘટી 13 (27) થઈ હતી.

જિયો પ્લેટફોર્મમાં સૌથી વધુ 20 અબજ ડોલરનુ રોકાણ નોંધાયુ હતું. વર્ષના બીજા છમાસમાં સ્ટાર્ટઅપ્સમાં રોકાણો વધ્યા હતા. રેઝોરપે, ગ્લેન્સ, અને અનએકેડમી સહિતના 11 ભારતીય સ્ટાર્ટઅપ 2020માં યુનિકોર્ન સ્ટાર્ટઅપ બન્યા હતા. ગુગલ, માઈક્રોસોફ્ટ અને ફેસબુક જેવી વિશ્વની ટોચની ટેક્નોલોજી કંપનીઓ ભારતીય સ્ટાર્ટઅપ્સમાં વધુ રૂચિ ધરાવી રહી છે. ભારત સાથે ચીનના સરહદી તણાવો વચ્ચે અલીબાબા અને ટેનસેન્ટે ભારતમાં નજીવા ધોરણે રોકાણ કર્યા હતા. ઈનોવેશન, ટેક્નોલોજી, અને હેલ્થકેર જેવા સેગમેન્ટના સ્ટાર્ટઅપ્સ રોકાણકારો માટે આકર્ષક રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો