તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Indian Protests Limited To Social Media, Chinese Companies' Share Of Smartphone Market Rises 5%

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ખાસ:સોશિયલ મીડિયા સુધી સીમિત રહ્યો ભારતીયોનો ચીન વિરોધ, સ્માર્ટફોન માર્કેટમાં ચીની કંપનીઓનો હિસ્સો 5 ટકા વધ્યો

નવી દિલ્હીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2020માં 14.5 કરોડ સ્માર્ટફોન વેચાયા, જેમાં ચીની કંપનીઓનો હિસ્સો 77 ટકા રહ્યો
 • ભારત-ચીન તણાવની શાઓમી, ઓપ્પો, વીવો જેવી સ્માર્ટફોન બનાવતી ચીની કંપનીઓ પર નહિંવત્ત અસર

ચીન સાથે સીમા વિવાદને લીધે ભારતમાં ચીન-વિરોધી લહેર છે. પરંતુ આ લહેર માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત રહી છે. 2020માં સ્થાનિક સ્માર્ટફોન માર્કેટમાં ચીની કંપનીનુ વર્ચસ્વ ઘટવાને બદલે વધ્યુ છે. ગતવર્ષે ભારતીય બજારમાં 14.5 કરોડ સ્માર્ટફોન વેચાયા હતા. જેમાં ચીનની સ્માર્ટફોન કંપનીઓનો હિસ્સો 77 ટકા રહ્યો છે. જે 2019માં 72 ટકા હતો.

નિષ્ણાતો માને છે કે, દેશ આ વર્ષે 5જી સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. 5જી શરૂ થવા સાથે ચીની સ્માર્ટફોન કંપનીઓનો દબદબો વધવાનો અંદાજ છે. રિસર્ચ ફર્મ કેનેલીજ અનુસાર, સીમા અંગે ભારત-ચીન રાજકીય તણાવની શાઓમી, ઓપ્પો, વીવો જેવી સ્માર્ટફોન બનાવતી ચીની કંપનીઓ પર નજીવી અને નહિંવત્ત અસર થઈ છે. ગતવર્ષે ચોથા ત્રિમાસિકમાં શાઓમીએ ભારતીય બજારમાં 1.2 કરોડ સ્માર્ટફોન વેચાયા છે.

આ સ્થિતિ મજબૂત કરતાં 27 ટકા માર્કેટ હિસ્સા સાથે ટોચ પર પહોંચી છે. સેમસંગે 92 લાખ સ્માર્ટફોન વેચ્યા છે. 22 ટકા હિસ્સા સાથે બીજા સ્થાને છે. 77 લાખ સ્માર્ટફોન વેચી ત્રીજા સ્થાને છે. ઓપ્પો 55 લાખ સ્માર્ટફોન વેચી રેન્કિંગ સુધારતા ચોથા ક્રમે પહોંચી છે. રિયલમી 51 લાખ સ્માર્ટફોન વેચી પાંચમા ક્રમે રહી છે.

કેનેલીઝના રિસર્ચ એનાલિસ્ટ વરૂણ કન્નને જણાવ્યુ હતુ કે, ભારતના સ્માર્ટફોન માર્કેટના વર્ચસ્વમાં છેલ્લો ફેરફાર 3જીમાંથી 4જી ટેક્નોલોજી અપનાવી ત્યારે થયો હતો. શાઓમી સેમસંગને બીજા સ્થાને ધકેલી ટોચનુ સ્થાન હાંસિલ કર્યુ હતું. આ વર્ષે 5જી સેવા શરૂ થવાનો આશાવાદ છે. ચીની કંપનીઓ આ તકને ઝડપી લેવા તૈયાર છે. ભારત કોવિડ-19 મહામારીની અસરોમાંથી ઉગરી રહ્યું છે. આવી સ્થિતિમાં, એકંદર 2021નો આઉટલુક વધુ સારો રહેશે.

કેનેલીઝના રિસર્ચ ડિરેક્ટર ઋષભ દોશીએ જણાવ્યુ હતુ કે, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પી.એલ.આઇ.) યોજનાની રજૂઆત સાથે દેશમાં 5 જી સેવાઓ શરૂ થવાની શક્યતા અને નવી કંપનીઓ માર્કેટમાં આવવાની સંભાવના વધી છે 2021 સુધીમાં, સમગ્ર ઉદ્યોગ જગતની ગતિવિધિઓ ઝડપથી રિકવર થશે. રોગચાળાએ લોકોના જીવનમાં કનેક્ટિવિટી અને સ્માર્ટફોનનુ મહત્વ ઘટાડ્યુ છે.

એકંદરે, ભારતનું સ્માર્ટફોન માર્કેટ ઝડપથી નવી ટેકનોલોજી અપનાવવા માટે તૈયાર છે. તે 5જી સ્માર્ટફોન અથવા રોલેબલ ડિસ્પ્લે સાથેનો સ્માર્ટફોન, અથવા હિયરેબલ્સ અથવા વિયરેબલ્સ જેવી કનેક્ટેડ તકનીક હોઈ શકે.

2020માં પ્રથમ વખત સ્માર્ટફોનનાં વેચાણમાં ઘટાડો
કેનેલીજ અનુસાર, 2019 દરમિયાન ભારતમાં 14.8 કરોડ સ્માર્ટફોન વેચાયા હતા. જ્યારે ગતવર્ષે 2020માં કોરોના મહામારી વચ્ચે તેની સંખ્યા 2.03ટકા ઘટી છે. 14.5 કરોડ સ્માર્ટફોન વેચાયા છે. વિશ્વના બીજા સૌથી મોટા માર્કેટ ભારતમાં પ્રથમ વખત આખા વર્ષ દરમિયાન સ્માર્ટફોનના વેચાણોમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, ગતવર્ષે ત્રીજા ત્રિમાસિકમાં હોલિડે પ્રમોશન વચ્ચે રેકોર્ડ વેચાણો નોંધાયા છે. ચોથા ત્રિમાસિકમાં 4.39 કરોડ સ્માર્ટફોન વેચાયા હતા. 2019માં ચોથા ત્રિમાસિકની તુલનાએ 13 ટકા વૃદ્ધિ જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો