સફળ દાવ:ભારતીય મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સે વાર્ષિક 16%ના દરે રિટર્ન આપ્યું

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા થોડા વર્ષથી ચાલી રહેલા કોર્પોરેટ કૌંભાંડો વચ્ચે ભારતીય ફંડ મેનેજર્સ દ્વારા રોકાણ માટે થતી શેર્સની પસંદગી શ્રેષ્ઠ રહી છે. જે રિટર્ન આપવામાં વિદેશી ફંડ મેનેજર્સ અને રિટેલ રોકાણકારોની તુલનાએ છેલ્લા 12 વર્ષમાં વાર્ષિક 16 ટકા રિટર્ન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ રિટર્ન સ્થાનિક ફંડ્સનો સૌથી વધુ હિસ્સો ધરાવતા શેર્સમાં જોવા મળ્યું છે.

જ્યારે વિદેશી મ્યુચ્યુઅલ ફંડ્સનો વધુ હિસ્સો ધરાવતા શેર્સમાં 11 ટકા અને રિટેલ ઈન્વેસ્ટર્સનો વધુ હિસ્સો ધરાવતા શેર્સમાં 13 ટકા રિટર્ન જોવા મળ્યુ છે. તદુપરાંત પ્રમોટર્સનો હિસ્સો વધુ ધરાવતા શેર્સમાં વાર્ષિક 9 ટકા રિટર્ન નોંધાયું છે.

બ્લૂમબર્ગ ઈન્ટેલિજન્સના વિશ્લેષણ અનુસાર, કંપનીઓ, સરકાર અને આર્થિક સ્થિતિ વિશેની માહિતીના આધારે સ્થાનિક ફંડ મેનેજર્સ વધુ કુશળ સાબિત થયા છે. કેસોના પગલે સ્થાનિક ફંડમાં કૌંભાંડી કંપનીઓમાં રોકાણ કરવાથી વિદેશી ફંડ્સની તુલનાએ સાવચેતી દાખવી છે.