• Gujarati News
  • Business
  • Indian IT Sector Dependent On US Europe For 90% Revenue, Recession Could Be Affected

ટ્રેન્ડ બદલાયો:ભારતીય IT સેક્ટર 90% આવક માટે યુએસ-યુરોપ પર નિર્ભર,મંદીની અસર વર્તાઇ શકે

મુંબઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IT કંપનીઓની વૃદ્ધિ 6% ઘટી શકે છે, ફોરેક્સ માર્કેટની મૂવમેન્ટ કંપનીના માર્જિન ખોરવશે

કોરના મહામારી સમયે સૌથી મોટી અસર આઇટી ઇન્ડસ્ટ્રીઝને પડી હતી અને ત્યારબાદના બે વર્ષ પણ આઇટી સેક્ટર માટે સુવર્ણ સાબીત થયા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. આઇટી સેક્ટરની કમાણી હવે ફોરેક્સ માર્કેટ પર નિર્ભર બની ચૂકી છે.

ભારતીય આઇટી સેક્ટરે તેની 90 ટકા આવક માટે યુએસ-યુરોપ પર નિર્ભર રહેવું પડે છે. અમેરિકા અને યુરોપમાં સ્લોડાઉનની સ્થિતી સર્જાઇ રહી છે જેના પરિણામે સ્થાનિક આઇટી કંપનીઓમાં પણ મંદીની અસર વર્તાઇ શકે છે. સતત બે વર્ષના બમ્પર નફા અને આકર્ષક વેતન વૃદ્ધિ પછી, ભારતીય IT ક્ષેત્રની ગતિ ધીમી પડી શકે છે. તેમની વૃદ્ધિમાં ઓછામાં ઓછા 6% ઘટાડો થવાની ધારણા છે. જોકે નિષ્ણાતોના મતે નોકરી છોડીને જતા કર્મચારીઓ કંપનીઓ પર વધતા પગાર ખર્ચનો બોજ ઘટાડી શકે છે.

નાણાકીય વર્ષ 2021-22માં સ્થાનિક આઇટી સેક્ટરની આવકમાં 19 ટકાનો વધારો થયો છે. પરંતુ ક્રિસિલના એક અહેવાલ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે 2022-23માં આ વૃદ્ધિ ઘટીને 12-13% થવાની ધારણા છે. આગામી નાણાકીય વર્ષમાં આ વૃદ્ધિ ઘટીને માત્ર 9-10% થઈ શકે છે.

વાસ્તવિક રીતે ટીસીએસ, ઇન્ફોસિસ અને વિપ્રો જેવી મોટી આઇટી કંપનીઓની આવકમાં અમેરિકા અને યુરોપનો હિસ્સો 80-90% છે. પરંતુ રેકોર્ડ ફુગાવો અને વધતા વ્યાજદર વચ્ચે આ દેશોમાં મંદી દસ્તક આપી રહી છે. આવી સ્થિતિમાં કોર્પોરેટ સેક્ટર ખર્ચમાં ઘટાડો કરી રહ્યું છે જેમાં IT પર ખર્ચનો સમાવેશ થાય છે. ભારતીય IT કંપનીઓ યુએસ અને યુરોપમાંથી સૌથી વધુ કમાણી કરે છે.

અન્ય સમાચારો પણ છે...