તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Indian Hotel Industry Loses Rs 1.30 Lakh Crore In FY2021, Seeks Help From Government

કોવિડ ઈફેક્ટ:ભારતીય હોટલ ઈન્ડસ્ટ્રીને નાણાંકીય વર્ષ 2021માં 1.30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, સરકાર પાસે માંગી મદદ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાણાંકીય વર્ષ 2019-20માં 1.82 લાખ કરોડ રૂપિયા રહી હતી રેવન્યુ
  • ગત નાણાંકીય વર્ષમાં ઈન્ડસ્ટ્રી રેવન્યુમાં 75%નો ઘટાડો થવાનુ અનુમાન

કોવડિ-19 મહામારીના પગલે દેશની હોટલ ઈન્ડસ્ટ્રી પર ખૂબ જ ખરાબ અસર પડી છે. નાણાંકીય વર્ષ 2020-21માં ભારતીય હોટલ ઈન્ડસ્ટ્રીને 1.30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા(FHRAI) એ રવિવારે આ વાત કહી છે. FHRAIએ વડાપ્રધાન અને ઘણા અન્ય મંત્રીઓને લેટર મોકલ્યો છે. આ પત્રમાં એસોસિએશને સરકારને હોસ્પિટાલિટી સેકટરને બચાવવા અને નાણાંકીય ઉપાય કરવાનો આગ્રહ કર્યો છે.

નાણાંકીય વર્ષ 2019-20માં 1.82 લાખ કરોડ રૂપિયા રેવન્યુ હતી
FHRAIએ એક નિવેદનમાં કહ્યું છે કે નાણાંકીય વર્ષ 2019-20માં ભારતીય હોટલ ઈન્ડસ્ટ્રીની રેવન્યુ 1.82 કરોડ રૂપિયા હતી. અમારા અનુમાન મુજબ, નાણાંકીય વર્ષ 2020-21માં ઈન્ડસ્ટ્રીની લગભગ 75 ટકા રેવન્યુમાં ઘટાડો નોંધાયો છે. આ રીતે ઈન્ડસ્ટ્રીને 1.30 લાખ કરોડ રૂપિયાથી વધુની રેવન્યુનું નુકસાન થયું છે. કારોબાર ઝડપથી બંધ થઈ રહ્યો છે અને નોન-પરફોર્મિંગ એસેટ્સ એટલે કે NPA વધી રહી છે.

માર્ચ 2020થી સંઘર્ષ કરી રહી છે ઈન્ડસ્ટ્રી
FHRAIના વાઈસ પ્રેસિડેન્ટ ગુરબખ્શ સિંહ કોહલીનું કહેવું છે કે માર્ચ 2020થી ઈન્ડસ્ટ્રી પોતાના ખર્ચની વ્યવસ્થા માટે સંઘર્ષ કરી રહી છે. વ્યાજની સાથે લોનની પુર્નચુકવણી સંક્રમણના કારણે સર્જાયેલા આર્થિક વાતાવરણથી મુશ્કેલ નહિ પરંતુ અશકય લાગી રહી છે. ઈએમઆઈ અને વ્યાજની ચુકવણી પર મોરેટોરિયમ વગર આ સેક્ટર સંપૂર્ણ રીતે ખલાસ થઈ જશે.

હોસ્પિટાલિટી સેક્ટર માટે પોલીસી લાવે સરકાર
કોહલીનું કહેવું છે કે અમે સરકારને હોસ્પિટાલિટી સેકટર માટે વિશેષ પોલીસી લાવવા માટે આગ્રહ કર્યો છે. જેથી પ્રતિકુળ નાણાંકીય પ્રભાવને ઘટાડી શકાય. FHRAIનું માનવું છે કે હવે સરકારે આ સેક્ટરને પ્રાથમિકતા આપવી પડશે. જો આવુ કરવામાં આવશે નહિ તો હોસ્પિટાલિટી સેક્ટર ફરીથી પાટા પર નહિ આવી શકે. કોહલીનું માનવું છે કે સરકારે સમયનો બગાડ કર્યા સિવાય હોસ્પિટાલિટી સેક્ટર માટે બંધારણીય ચાર્જ સમાપ્ત કરવા સહિતની ખાસ જોગવાઈઓ કરવી જોઈએ.

પ્રોપર્ટી અને વીજળી જેવા ચાર્જ માફ કરવા જોઈએ
કોહલીએ કહ્યું કે સરકારે લોકડાઉનના સમય માટે હોસ્પિટાલિટી સેક્ટરનો પ્રોપર્ટી ટેક્સ, વોટર ચાર્જ, વીજળી ચાર્જ અને એક્સાઈઝ લાઈસન્સ ફીસ માફ કરી દેવી જોઈએ. FHRAIના જોઈન્ટ સેક્રેટરી પ્રદીપ શેટ્ટીનું કહેવું છે કે હોસ્પિટાલિટી સેકટરની સંસ્થાઓને ફરીથી કારોબાર શરૂ કરવા માટે સરકારે ઓછા વ્યાજ દર પર વર્કિંગ કેપિટલની મદદ કરવી જોઈએ. શેટ્ટીએ સરકારને આગ્રહ કર્યો કે રોજી ગુમાવનાર આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કર્મચારીઓ અને તેમના પરિવારને વળતર આપવામાં આવે.