તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાની અસર:નાણાકીય વર્ષ 2021માં ભારતીય કંપનીના EBITDAમાં 24 ટકાનો ઘટાડો થવાની, ક્રેડિટ ક્વોલિટી પર અસર થવાની Moody'sએ શક્યતા દર્શાવી

7 દિવસ પહેલા
  • ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રિકવરીમાં ઝડપ આવવાની આશા
  • ઓટોમોટિવ, ઓઈલ-ગેસ, માઈનિંગ તથા સ્ટીલ સેક્ટરમાં વધારે પડકારો

કોરોના વાઈરસના સંક્રમણને લીધે નાણાકીય વર્ષ 2021માં ભારતીય કંપનીઓની સરેરાશ EBITDA એટલે કે વ્યાજ, કરવેરા, ઘસારા અને દેવામુક્તિ પૂર્વેની કમાણીમાં 24 ટકાનો ઘટાડો થઈ શકે છે. ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે શુક્રવારે આ અંગેનો અંદાજ વ્યક્ત કર્યો છે. એજન્સીના મતે કોરોના મહામારીને લીધે ગ્રાહકોમાં વિશ્વાસ અને કારોબારને લગતી કામગીરીમાં ઘટાડો થયો છે. તેને લીધે ભારતીય નોન-ફાયનાન્સિલ કોર્પોરેટની ક્રેડિટ ક્વોલિટી પણ નબળી પડશે.

ત્રીજા ત્રિમાસિક ગાળામાં રિકવરીમાં ઝડપ આવશે
મૂડીઝના એસોસિએટ એનાલિસ્ટ અભિનવ મિશ્રાએ આ નવા અહેવાલમાં કહ્યું છે કે નાણાકીય વર્ષ 2021માં 22 રેટિંગ કંપનીએ EBITDA 24 ઘટવાનો અને ડેટ/EBITDAમાં ચાર ગણો વધારો થવાની શક્યતા દર્શાવી છે. મૂડીઝે કહ્યું છે કે લોકડાઉન પૂરું થયા બાદ માંગ વધવા તથા આર્થિક પ્રવૃત્તિ સામાન્ય થવાને લીધે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઝડપભેર રિકવરી આવશે.

વર્તમાન પડકારોમાં ઉમેરો કરી રહી છે મંદીઃ કૌસ્તુભ
ટ્રેજેક્ટરીને ટાંકીને મૂડીઝના વાઈસ પ્રેસિડેન્ટ અને સિનિયર ક્રેડિટ ઓફિસર કૌસ્તુભ ચૌબલે કહ્યું છે કે આર્થિક મંદી વર્તમાન પડકારોને વધારી રહ્યું છે. ખાસ કરીને જે સેક્ટરમાં વપરાશ કે માંગ ઘટી છે તથા કિંતમાં વધ-ઘટ થઈ રહી છે. તેમા ઓટોમોટિવ, ઓઈલ-ગેસ, માઈનિંગ તથા સ્ટીલ સેક્ટરનો સમાવેશ થાય છે.

પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDPમાં 24 ટકાનો ઘટાડો
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં ભારતના GDPમાં 24 ટકા ઘટાડો રહ્યો છે. અગ્રણી અર્થશાસ્ત્રીઓ તેને મોટો ઘટાડો ગણાવે છે. તેને લીધે માર્ચ 2021માં પૂરા થયેલા નાણાકીયમાં તે છેલ્લા 40 વર્ષમાં સૌથી મોટો ઘટાડો રહેશે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં રિકવરીની આશા વચ્ચે નાણાકીય વર્ષ 2020ની તુલનામાં નાણાકીય વર્ષ 2022માં સરેરાશ રેવન્યૂમાં 7 ટકા ઓછી રહેવાની આશા રહેશે.
વાહનોના વેચાણમાં 20 ટકાનો ઘટાડો થવાનો અંદાજ
મૂડીઝે નાણાકીય વર્ષ 2021માં યાત્રી અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં ગયા વર્ષની તુલનામાં 20 ટકાનો ઘટાડો થવાની શક્યતા દર્શાવી છે. ઓઈલ-ગેસની નીચી કિંમત, રિફાઈનિંગ માર્જીનમાં ઘટાડો તથા ટ્રાન્સપોર્ટની માંગમાં ઘટાડાને લીધે ઓઈલ-ગેસ કંપનીઓ પર બોઝ વધશે. કોમોડિટીની અસ્થિર કિંમતો તથા વધારે ઋણ માઈનિંગ તથા સ્ટીલ કંપનીઓના ક્રેડિટ મેટ્રીક્સમાં સુધારાને લઈ અવરોધ આવી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો