તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Indian Companies Will Be Able To List In Foreign Markets, The Practice Of Dual Listing Will Be Removed

સુવિધા:વિદેશી બજારોમાં લિસ્ટિંગ કરાવી શકશે ભારતીય કંપની, ડ્યુલ લિસ્ટિંગ પ્રથા દૂર કરવામાં આવશે

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકાર ઓવરસીઝ માર્કેટ અર્થાત વિદેશી શેર બજારોમાં કંપનીઓના લિસ્ટિંગ સંબંધિત નિયમો સરળ બનાવવા જઈ રહી છે. જે અંતર્ગત વિદેશી બજારોમાં લિસ્ટિંગ કરાવવા ઈચ્છુક કંપનીઓએ હવે ભારતના શેર બજારોમાં લિસ્ટિંગ કરાવવુ અનિવાર્ય રહેશે નહીં. મીડિયા અહેવાલો અનુસાર, કંપનીઓનુ વિદેશી શેર બજારોમાં લિસ્ટિંગ કરાવવા માટેના નિયમો ટૂંકસમયમાં જારી કરાશે. નવા નિયમોમાં કંપનીઓની સ્થાનિક શેર બજારમાં લિસ્ટિંગની અનિવાર્યતા દૂર થશે. જેનાથી સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓને વધુ વેલ્યુએશન સાથે સરળતાથી ફંડ એકત્ર કરવામાં મદદ મળશે. ગ્લોબલ ઈન્વેસ્ટર્સ અને કંપનીઓ સાથે અધિકારીઓની વાતચીતમાં સ્થાનિક માર્કેટમાં લિસ્ટિંગ અનિવાર્ય રહેશે નહીં.

US-UK સહિત 7 દેશોમાં સીધું લિસ્ટિંગ
સરકારે અગાઉ જણાવ્યુ હતુ કે, વિદેશી શેર બજારોમાં લિસ્ટિંગ કરાવવા ઈચ્છુક કંપનીઓએ પહેલાં સ્થાનિક માર્કેટમાં લિસ્ટિંગ કરાવવુ પડશે. સરકાર સેકેન્ડરી લિસ્ટિંગને ફરિજ્યાત બનાવશે નહીં. અમેરિકા, યુકે સહિત સાત વિદેશી બજારોમાં સીધુ લિસ્ટિંગ થઈ શકશે: ડ્યુઅલ લિસ્ટિંગ માટેની અનિવાર્યતા દૂર કરવા સાથે હવે ભારતીય કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અમેરિકા, યુકે, જાપાન સહિત સાત દેશોમાં સીધુ લિસ્ટિંગ કરાવી શકશે. આ સાત દેશોની યાદી જ્યારે જાહેર થશે ત્યારે તેમાં હોંગકોંગને બાકાત રાખવામાં આવ્યો છે. જેની પાછળનુ કારણ ચીન સાથેના સરહદી તણાવો છે. ફાઈનાન્સિયલ હબ ગણાતા હોંગકોંગમાં અનેક કંપનીઓ લિસ્ટિંગ કરાવવા ઈચ્છુક છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો