ઝડપી રિકવરી:ભારતીય કંપનીઓની આવક Q2માં 20% વધશે : ક્રિસિલ

મુંબઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી બાદ ભારતીય કંપનીઓનો દેખાવ પોઝિટીવ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષમાં માર્ચથી જૂન માસમાં આવેલ બીજી લહેરના કારણે અનેક કંપનીઓને મોટા પાયે અસર થઇ હતી પરંતુ ત્યાર બાદ તમામ સેક્ટરમાં ઝડપી રિકવરી મોડ જોવા મળ્યો હતો.

ખાસકરીને જુલાઇથી સપ્ટેમ્બર માસ દરમિયાન કંપનીઓના ઉત્કૃષ્ઠ દેખાવ બદલ ગત વર્ષના આ સમયગાળાની તુલનામાં આવકમાં 18-20 ટકા સુધીનો વધારો થશે તેવો નિર્દેશ સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલે કંપનીઓના ત્રિમાસીક પરિણામો રજૂ થતા પૂર્વે જણાવ્યું હતું.

રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ટોપલાઇન સેગમેન્ટમાં ઝડપી વૃદ્ધિ તથા ઉંચા વોલ્યુમ અને કોમોડિટીના ઉંચા ભાવના કારણે રહ્યાં છે. જો કે, અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીમાં વધતી જતી ઇનપુટ કિંમતો કંપનીઓ માટે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન વિસ્તરણને મર્યાદિત કરી શકે છે.

મહામારી શરૂ થયા પછી તરત જ કંપનીઓએ સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો હતો અને પગારમાં કાપ સહિતના ખર્ચ નિયંત્રણના પગલાંનો સહારો લીધો હતો, જેના કારણે માંગ ઘટી ગઈ હોવા છતાં પણ વેપાર સામાન્ય રીતે સુરક્ષિત રહ્યો હતો.

ક્રિસિલે જણાવ્યું હતું કે Q2 માટે રિકવરી ઉંચા વોલ્યુમ અને કોમોડિટીના ભાવને પગલે તમામ ક્ષેત્રોમાં અસર જોવા મળી હતી. નાણાંકીય 2021ના ​​બીજા ક્વાર્ટરના નીચા આધાર બેઝના કારણે વોલ્યુમ ગેઇનમાં ફાયદો થયો છે. જોકે, પ્રાદેશિક લોકડાઉન અને ધીમી આર્થિક પ્રવૃત્તિ પણ જોવા મળી હતી. 300 કંપનીઓ (ફાઇનાન્સિયલ સર્વિસ અને ઓઇલ સિવાય) ના સેક્ટર સમૂહ દ્વારા રજૂ કરાયેલા 40 સેક્ટરમાંથી 24 સેક્ટરમાં 20 ટકાથી વધુ વૃદ્ધિ થવાની ધારણા છે.

જો કોઈ સ્ટીલ પ્રોડક્ટ્સ અને એલ્યુમિનિયમ જેવા કોમોડિટી સાથે જોડાયેલા સેક્ટરને દૂર રાખવામાં આવે તો એકંદર વૃદ્ધિ 15-17 ટકાના સ્તરે રહેવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2022ના બીજા ક્વાર્ટરમાં આવકમાં 8-10 ટકાનો વધારો થવાની સંભાવના છે.

આવક 32 ટકા વધી 15.8 લાખ કરોડ આંબશે: નાણાકીય 2022ના પ્રથમ ત્રિમાસીકગાળામાં એકંદરે કંપનીઓની આવક 15.8 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે, જે નાણાકીય વર્ષ 2021ના ​​પ્રથમ ત્રિમાસીકગાળા કરતાં 30-32 ટકા વધારે છે. એલ્યુમિનિયમ પ્લેયર્સને તેમની આવકમાં 45-50 ટકાનો વધારો થવાની ધારણા છે.

અન્ય સમાચારો પણ છે...