• Gujarati News
  • Business
  • India Will Prove Critics Wrong By Becoming A લાખ 5 Trillion Economy: Mukesh Ambani

ડિજીટલ સોસાયટી:ભારત 5 લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનીને ટીકાકારોને ખોટા સાબિત કરશેઃ મુકેશ અંબાણી

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુકેશ અંબાણી (ફાઈલ ફોટો) - Divya Bhaskar
મુકેશ અંબાણી (ફાઈલ ફોટો)

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2020ના ઉદઘાટન સત્રમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(RIL)ના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે ભારત 5 લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનીને ટીકાકારોને ખોટા સાબિત કરી શકે છે. ભારત ચોક્કસપણે 5 લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનશે. ભારતીય અર્થતંત્ર ખૂબ જ ઝડપભેર આ સિદ્ધી હાંસલ કરવા ઉપરાંત અસાધારણ આર્થિક વૃદ્ધિ દર પણ હાંસલ કરશે.

(આ પણ વાંચોઃઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2020:મુકેશ અંબાણીએ 2021માં 5G શરૂ કરવાનો સંકેત આપ્યો, 2G વાપરતા 30 કરોડ લોકોને ઝડપી અને સસ્તુ ઈન્ટરનેટ આપવાનું લક્ષ્ય)

ભારતની શક્તિના બે આધારઃ 3D અને PM ની વિઝનરી, ડાયનેમિક લીડરશિપ
અંબાણીએ ચોથા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના ઉદઘાટન સત્રમાં કહ્યું કે ભારતની શક્તિના બે આધાર છે. પહેલો આધાર 3D એટલે કે ભારતનું અર્થતંત્ર એટલે કે ડેમોક્રેસી, યુવા શક્તિ એટલે કે યંગ ડેમોગ્રાફી અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશન સાથે જોડાયેલ છે. બીજો આધાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી અને ડાયનેમિક લીડરશિપ છે.

ડિજીટલ ઈન્ડિયા મિશને દેશને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નિકળવા સક્ષમ બનાવ્યું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેને ડિજીટલ ઈન્ડિયા મિશનની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેણે દેશને સૌથી મુશ્કેલ પડકારોનો સામનો કરવા યોગ્ય મજબૂત બનાવ્યો છે. તેમણે કહ્યું કે કોવિડ-19એ વિશ્વભર સામે ઘાતક પડકારોનું સર્જન કર્યું છે પણ 4G કનેક્ટિવિટીવાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેશની જીવન રેખા સાબિત થઈ છે.

ભારત પાસે વિશ્વની મહત્વની ડિજિટલ સોસાયટી બનવાની ઐતિહાસિક તક
તેમણે કહ્યું કે નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા આશરે એક અબજ ભારતીયોની આવકમાં વધારો થવાથી, રોજગારીની તક વધારવાથી અને જીવન ધોરણ સારું થવા સાથે દેશમાં સમકક્ષતા વધશે. અંબાણીએ કહ્યું કે ભારતીય અર્થતંત્ર અને સામાજીક વ્યવસ્થામાં ડિજીટલ સેવાઓ તથા ઉપકરણોનો ઉપયોગ વધવાથી ડિજીટલ હાર્ડવેરની માંગમાં ઝડપથી વધારો થશે. ભારત પાસે દરેક વ્યક્તિનું જીવન સરળ બનાવવા સાથે વિશ્વની મહત્વની ડિજીટલ સોસાયટી બનાવવાની ઐતિહાસિક તક છે.

ભારતે ચિપ ડિઝાઈનના ક્ષેત્રમાં વિશ્વસ્તરીય ક્ષમતા હાંસલ કરી
અંબાણીના જણાવ્યા પ્રમાણે ભારતે ચિપ ડિઝાઈનના ક્ષેત્રમાં વિશ્વસ્તરીય ક્ષમતા હાંસલ કરી છે. તેમણે કહ્યું કે મે ભારતને અત્યાધુનિક સેમીકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝના મોટા સેન્ટર બનતા હુ સ્પષ્ટપણે જોઈ રહ્યો છું. અંબાણીએ કહ્યું કે દેશના વિકાસમાં ડિજીટલ ઈન્ડિયા મિશન મહત્વની ભૂમિકા ભજવવાથી દેશ નવા દાયકામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભારતને આગળ વધતા કોઈ અટકાવી શકશે નહીં, કોવિડ-19 પણ નહીં. આપણી પાસે ઈતિહાસ રચવાની ઉત્તમ તક રહેલી છે.

વર્ષ 2021ના બીજા છ મહિનામાં 5G સર્વિસિસ લોંચ કરશે રિલાયન્સ જીયો
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2020માં અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જીયો 2021ની બીજા છ મહિનામાં તેની 5G સર્વિસિસ લોંચ કરશે. તેમણે કહ્યું કે તેમા ઘરેલુ નેટવર્ક, હાર્ડવેર અને ટેક કંમ્પોનેન્ટનો ઉપયોગ કરવામાં આવશે. મુકેશ અંબાણીએ ભારતમાં 5G ટેકનોલોજી અને સ્માર્ટફોનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકાર પાસેથી સપોર્ટની જરૂરિયાત પર ભાર આપ્યો છે.