તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • India Will Now Encourage Manufacturing Of Chinese dominated Products, Plans To Increase Market Share

વૈશ્વિક બજાર માટે તૈયારી:ચીન પ્રભૂત્વ ધરાવતુ હોય તેવા ઉત્પાદનોના મેન્યુફેક્ચરિંગ માટે હવે ભારત ઉત્તેજન આપશે, બજાર હિસ્સો વધારવાની યોજના

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય નીતિન ગડકરીએ કહ્યું કે જે ક્ષેત્રોમાં ચીનની મોટી હિસ્સેદારી છે ત્યા ભારત માટે વિપુલ તક રહેલી છે
  • આયાત ઘટાડવા અને નિકાસો વધારવાની યોજના હેઠળ પ્રયાસ કરવામાં આવશે
  • અગાઉથી નિર્ધારિત ક્ષેત્રો માટે વિદેશી રોકાણ આકર્ષિત કરવામાં આવશેઃ ગડકરી

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કેટલાક ઉત્પાદનોનું મેન્યુફેક્ચરિંગ કરવા ઉત્તેજન આપવાની યોજના ધરાવે છે. આ એવા ઉત્પાદનો છે કે જેમાં ગ્લોબલ માર્કેટ (Globle Market)માં ચીનનો દબદબો છે તેમ જ પોતાનો વિશાળ હિસ્સો ધરાવે છે. સરકારે આયાત ઘટાડવા તેમ જ નિકાસ વધારવાના પ્રયાસો હેઠળ આ યોજનાને આખરી સ્વરૂપ આપશે.
સ્થાનિક કારોબારને મદદ મળશે
એક વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં માહિતી આપતા MSME પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે સરકારનો ઉદ્દેશ અગાઉથી જ નક્કી કરેલા ક્ષેત્રો માટે વિદેશી રોકાણને આકર્ષવાનો છે. આ ઉપરાંત જોઈન્ટ વેન્ચર (Joint Venture)ને ઉત્તેજન આપવામાં આવશે તથા સ્થાનિક કારોબારીઓને મદદ પહોંચાડવામાં આવશે. તેનાથી ભારતને ગ્લોબલ માર્કેટમાં પોતાની હિસ્સેદારી વધારવામાં મદદ મળશે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે જે સેક્ટરમાં ચીનની હિસ્સેદારી છે ત્યા ભારત માટે વ્યાપક તક રહેલી છે.
ગયા મહિને PLI સ્ક્રીમ લોંચ કરી હતી
કેન્દ્ર સરકાર ઉદ્યોગોને ઉત્તેજન આપતા અને નિકાસ વધારવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં સરકારે ગયા મહિને ઈલેક્ટ્રોનિક્સ, મેડિકલ ડિવાઈસ તથા ફાર્માસ્યુટીકલ્સ ઉત્પાદનોનું મેન્યુફેક્ચરિંગને વધારવા માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ (PLI) સ્કીમ લોંચ કરી હતી. આ ઉપરાંત સરકારે ચીનના ઉત્પાદનોની આયાત પર પણ પ્રતિબંધ મુક્યો છે.​​​​​​​
મોબાઈલ મેન્યુફેક્ચરિંગ માટે કંપનીઓએ અરજી કરી
કેન્દ્રની PLI સ્કીમ હેઠળ 11 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ ડિવાઈસ તથા તેના ઉપકરણ બનાવવા માટે એપલની કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચર્સ સહિત સેમસંગ, લાવા અને ડિક્સન જેવી કંપનીઓએ અરજી કરી છે. આ ઉત્પાદન આગામી પાંચ વર્ષમાં કરવામાં આવશે. કંપનીઓના પ્રસ્તાવ પ્રમાણે તેનાથી 12 લાખ રોજગારીનું સર્જન થશે. તેમાંથી 3 લાખ પ્રત્યક્ષ અને 9 લાખ પરોક્ષ રોજગારી મળશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો