તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટકાઉ ગ્રોથ:ભારત આ વર્ષે વિશ્વમાં ઝડપથી વધતી ઈકોનોમી બનશે : જયંત વર્મા

નવી દિલ્હી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19ની બીજી લહેરના કારણે અસરગ્રસ્ત મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં ઝડપી રિકવરી થઈ રહી છે. જે હવે આ વર્ષે વિશ્વની સૌથી ઝડપથી વધતી ઈકોનોમીનો લક્ષ્યાંક હાંસિલ કરવા તરફ સંકેત આપે છે. 2020-21માં ફુગાવો 6 ટકાથી વધુ નોંધાયો છે.

જે 2021-22માં 5.5 ટકા અને 2022-23માં 5 ટકા રહેવાની શક્યતા છે. ભારતીય મૂડી બજારની મજબૂત સ્થિતિ દેશના આર્થિક ગ્રોથને વેગવાન બનાવશે. સાથે મોટાભાગના સેક્ટર પ્રિ-કોવિડ સ્તરે ઝડપથી રિકવર થશે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીના સભ્ય અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી જયંત વર્માએ જણાવ્યું હતુ કે, ઉંચો અને સતત વધતો ફુગાવો મોનેટરી પોલિસી માટે પડકારરૂપ છે.

જો કે, ભારતીય ઈકોનોમી રિકવરીના માર્ગે છે. 2018થી શરૂ થયેલા મંદીનો પડકાર હવે ઝડપી ગ્રોથ સાથે સ્થિર થઈ રહ્યો છે. બિઝનેસ સેક્ટર દ્વારા મૂડી રોકાણો વધતાં ટકાઉ ગ્રોથ જોવા મળશે. જે એકંદરે ઈકોનોમીમાં વધારો કરશે. જૂન ત્રિમાસિકમાં ઈકોનોમી 20.1 ટકાના દરે વધી છે.

ફુગાવાનો વધતો દર જોખમરૂપ
બીજી બાજુ વર્માએ જણાવ્યું હતું કે, ફુગાવાનો વધતો દર લાંબાગાળા માટે જોખમરૂપ બની શકે છે. ભવિષ્યમાં ફુગાવો વધવાની અપેક્ષા વેપારીઓથી માંડી સૌ કોઈ વ્યક્ત કરી રહ્યાં છે. જે મોનેટરી પોલિસી માટે પડકાર ઉભો કરશે. આરબીઆઈની ક્રેડિબિલિટી જાળવી રાખવા એમપીસી ફુગાવાના જોખમો ઘટાડવા સતત પ્રયત્નશીલ રહેશે.

ઈકોનોમીમાં વૃદ્ધિ પાછળના કારણો

  • ખાનગી મૂડી રોકાણોમાં સતત વૃદ્ધિ
  • સ્થાનિક માગમાં ઝડપી રિકવરી
  • ઘરેલુ બચતો અને મૂડી રોકાણમાં વધારો
  • ફોરેન કરન્સી રિઝર્વ્સમાં ગ્રોથ
  • પર્યાપ્ત લિક્વિડિટી
અન્ય સમાચારો પણ છે...