તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકલ્પો:ઈલેક્ટ્રિક વાહનોમાં ભારત લીડર તરીકે સ્થાપિત થવા સક્ષમ બનશે

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓટોમોબાઈલનું ઈલેક્ટ્રિક મોબિલિટીમાં પરિવર્તન અનિવાર્ય છે. જે ઓટો ઈન્ડસ્ટ્રીમાં પરિવર્તન સાથે ભારતને ઈલેક્ટ્રિક વાહનોમાં ગ્લોબલ લીડર તરીકે વિકસિત કરશે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે સિયામની કોન્વેન્શનમાં આ અંગે જણાવ્યુ હતુ કે, આગામી બે વર્ષમાં બેટરીના ભાવો ઘટશે, પરિણામે ઈલેક્ટ્રિક વાહનોની કિંમત ઘટશે.

સરકાર ઈ-ઓટોમોબાઈલ સેક્ટરમાં રોકાણો, ઈનોવેશન અને કાર્યક્ષમતા વધારવા તમામ પ્રયાસો કરી રહી છે. ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનોના ભાવમાં ઘટાડો. જો ભારત ઈનોવેશન નહીં અપનાવે તો આપણે ભવિષ્યના પરિવર્તન સાથે તાલથી તાલ મિલાવી શકીશું નહીં.

અંતે ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં લીડર બનવાની તક ગુમાવીશું. વૈશ્વિક સ્તરે બેટરીના ભાવ અપેક્ષા કરતાં ઝડપથી ઘટ્યા છે. આગામી બે વર્ષમાં તેમાં મોટાપાયે ઘટાડો થવાની શક્યતા છે. જે ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રીને પરિવર્તનશીલતા સાથે વિશ્વમાં લીડર તરીકે પ્રસ્થાપિત કરશે.

તમામ સેગમેન્ટમાં ચેમ્પિયન બનવાની ક્ષમતા
આપણી પાસે કોમર્શિયલ વાહનો, લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ, ફોર વ્હિલર્સ, થ્રી વ્હિલર્સ, ટુ વ્હિલર્સ સહિત તમામ સેગમેન્ટમાં નવી ટેક્નોલોજી સાથે ચેમ્પિયન બનવાની ક્ષમતા છે. ઓટોમોબાઈલ કંપનીઓ ઈલેક્ટ્રિક વાહનોને ટેકો આપતાં વ્હિકલ સિસ્ટમ ઈન્ટેગ્રેશન, મોટર્સ, કંટ્રોલ્સ, પાવર ઈલેક્ટ્રોનિક્સ, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત સેગમેન્ટમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટ પાછળ રોકાણો વધારી રહી છે.

ભારતીય ઓટો માર્કેટ પ્રાઈસ સેન્સેટીવ માર્કેટ
ભારતીય ઓટો માર્કેટ પ્રાઈસ સેન્સેટીવ માર્કેટ છે. ભારતીય ગ્રાહકો ભાવ અંગે વધુ સજાગ છે. જેથી ઈનોવેટિવ બિઝનેસના વિકલ્પો જેવા કે, બેટરી સ્વેપિંગ, લિઝિંગના ભાવમાં ઘટાડો કરવો અનિવાર્ય બનશે.

ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર્સના વેચાણો ચારગણાં વધ્યાં
દેશમાં નિકલ, કોબાલ્ટ, લિથિયમ જેવી ધાતુઓ પર્યાપ્ત ન હોવા છતાં આપણે બેટરીની કિંમતોના 81 ટકા સુધી ઉમેરો કરી શકીએ છીએ. સરકારની ફેમ-2 સ્કીમ ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સ માટે ભાવમાં ઘટાડા સાથે સહાયરૂપ છે.

અન્ય સમાચારો પણ છે...