• Gujarati News
  • Business
  • India, US, EU Are Taking Strict Measures; Challenging The Monopoly Of Tech Giants Like Google

GOOGLEને રૂ. 32,000 કરોડનો દંડ:ભારત, US, EU કડક પગલાં લઈ રહ્યાં છે; Google જેવી ટેક જાયન્ટની મોનોપોલીને પડકાર

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુરોપિયન યુનિયનની બીજી સૌથી મોટી કોર્ટે ગૂગલને 4.1 બિલિયન ડોલર( લગભગ 32,000 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. ગૂગલ પર પોતાના પ્રતિસ્પર્ધી દૂર કરવા માટે તેના વર્ચસ્વનો ઉપયોગ કરવાનો આરોપ હતો. કોર્ટે કહ્યું કે ગૂગલે એન્ટિ ટ્રસ્ટ કાયદાનો ભંગ કર્યો છે. ગૂગલે તેની એન્ડ્રોઇડ સ્માર્ટફોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અને તેના સર્ચ એન્જિન લીડરશીપને મજબૂત કરવા તે માર્કેટમાં તેના વર્ચસ્વનો ઉપયોગ કરીને આ કર્યું છે.

આ પહેલાં દક્ષિણ કોરિયામાં ગોપનીયતા ઉલ્લંઘનના મામલામાં આલ્ફાબેટ અને મેટા પર $71 મિલિયન (લગભગ રૂ. 565 કરોડ)નો સંયુક્ત દંડ લગાવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે ગૂગલ યુઝર ડેટા એકત્ર કરી રહ્યો હતો અને તેનો અભ્યાસ કરી રહ્યું હતું અને તેમની વેબસાઇટના ઉપયોગ પર નજર રાખી રહ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, Google અને અન્ય મોટા ટેક જાયન્ટ્સ તેમની એકાધિકારિક પ્રથાઓને લઈને વિશ્વભરમાં દબાણ હેઠળ છે.

ભારતે પણ એન્ટિ ટ્રસ્ટ (અવિશ્વાસ) વિરુદ્ધ પગલાં લીધાં
ભારત પણ આ ટેક્નોલોજી કંપનીઓના અવિશ્વાસ અને એકાધિકારના વર્તન સામે કમર કસી રહ્યું છે. Google માટે માર્ગ મુશ્કેલ બનાવી શકે છે, કારણ કે તે વિશ્વના વિવિધ ભાગોમાં એક બાદ એક લડાઈ હારી રહ્યું છે. ભારતમાં CCI અને MEITYના નેતૃત્વ હેઠળ ઘણાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. જેમાં ભારતીય સમાચાર પ્રકાશકોની સાથે Google જેવી કંપનીઓના વિશ્વાસ વિરોધી વર્તનને ગંભીરતાથી પડકારવામાં આવ્યો છે. સંસદીય સમિતિ પણ આ મામલાની તપાસ કરી રહી છે.

રાજીવ ચંદ્રશેખર ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે
અહેવાલ અનુસાર ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી રાજીવ ચંદ્રશેખર, ગ્લોબલ એન્ટિ ટ્રસ્ટ ડ્રાઈવમાં ભારતના રોલ અને રિસ્પોન્સનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તેમના ઓપરેશનમાં વધુ પારદર્શી બનાવવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ખાસ કરીને, આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકોના હિતમાં ભારતના નિયમોનું પાલન કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

ન્યૂઝપેપર પબ્લિશર્સ સાથે યોગ્ય આવકની વહેંચણી કરવા અરજી
ભારત સરકાર હેઠળ એન્ટિ ટ્રસ્ટ વૉચડૉગ, CCI પણ DNPA (ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિયેશન) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કાર્યવાહી કરી રહી છે. અરજી સાથે જણાવ્યું છે કે ગૂગલ પબ્લિશર્સ સાથે યોગ્ય આવકની વહેંચણી નથી કરતું. અરજીમાં યોગ્ય આવક વહેંચવાની માગ કરવામાં આવી છે. રેવન્યુ શેરિંગ મોડલને પારદર્શક બનાવવા ભારતની અગ્રણી મીડિયા સંસ્થાઓ એકસાથે આવી છે.

અન્ય સમાચારો પણ છે...