ગૂગલ જેવા ટેક દિગ્ગજોનો એકાધિકાર જોખમમાં:ભારત, અમેરિકા અને EU બનાવી રહ્યા છે કાનૂન, તાકાતનો ખોટો ઉપયોગ રોકાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષો સુધી પોતાના એકાધિકારની તાકાતનો ખોટો ઉપયોગ કર્યા બાદ બિગ ટેક દિગ્ગજ ધીરે-ધીરે પોતાની રચેલી જાળમાં ફસાઇ રહ્યા છે. દુનિયાભરની સરકારો-ભારત, અમેરિકા, યુરોપીય યુનિયનના દેશો, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા સમેત અન્ય ઇન્ટરનેટ ઇકોસિસ્ટમમાં લોકતંત્રને બહાલ કરવા માટે ટેક દિગ્ગજોની સામે એક્શન લઇ રહી છે. તેમની મોનોપોલિસ્ટિક પ્રેક્ટિસેસ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

મોનોપોલિસ્ટિક પ્રેક્ટિસેસ, જેમ કે ન્યૂઝ માટે ઉચિત રકમ આપવાની ના પાડવી, કોમ્પિટિટર્સને ખતમ કરવા માટે કાર્ટેલ બનાવવું, અપારદર્શી અને મનમાની બિઝનેસ પ્રેક્ટિસ, એપ અને પેમેન્ટ માટે માર્કેટપ્લેસનો દુરુપયોગ, કન્ઝ્યુમર્સ ડેટાનો દુરુપયોગ. પૂરા ઇન્ટનેટ પર હાવી થવાની પ્રવૃત્તિ કેટલીક મુઠ્ઠીભર ટેક કંપનીઓની અત્યાર સુધીની કાળી વિરાસત રહી છે, જે આજે તપાસના ઘેરામાં આવી ચૂકી છે.

એન્ટિટ્રસ્ટ લો સૂટ, ફાઇનાન્શિયલ પેનલ્ટીમાં ઘેરાયું ગૂગલ
ગૂગલ જે આ કામોમાં સૌથી આગળ રહ્યું છે, હવે કંઇક એન્ટિટ્રસ્ટ લોસૂટ અને ફાઇનાન્શિયલ પેનલ્ટીમાં ઘેરાઇ ચૂક્યું છે. ભારતમાં હાલમાં જ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)એ એન્ડ્રોઇડ OS અને એન્ડ્રોઇડ મોબાઇલ
એપ સ્ટોર સ્પેસમાં પોતાની સ્થિતિની કથિત રૂપથી દુરુપયોગ કરવા માટે આલ્ફાબેટના સ્વામિત્વવાળી કંપની પર 2,274 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. CCI ત્રીજા મામલામાં Googleની તપાસ કરી રહી છે.

CCI કરી રહી છે ગૂગલની તપાસ
CCIછેલ્લા કેટલાક સમયમાં ઇન્ડિયન ન્યૂઝ પેપર એસોસિયેશન (INA),ન્યૂઝ બ્રોડકાસ્ટરર્સ એન્ડ ડિજિટલ એસોસિયેશન (NBDA) અને ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિયેશન (DNPA)ની દાખલ ફરિયાદના આધારે પણ ગૂગલની તપાસ કરી કરી રહ્યું છે. તેની ફરિયાદો ગૂગલ ન્યૂઝ ફીડ પર તેના પબ્લિશ્ડ કંટેન્ટને ડિસ્પ્લે કરવા છતાં ભારતની ડોમેસ્ટિક ન્યૂઝ મીડિયા કંપનીઓની સાથે રેવેન્યૂ શેર નહી કરવાને લઇને છે.

પબ્લિશર્સની સાથે સાચી રેવન્યૂ શેર નહી કરી
DNPAના એક સૂત્રએ કહ્યું, 'દેશના પ્રમુખ સમાચાર સંગઠનોની સાથે તેમના પ્રકાશિત સમાચારો માટે ગૂગલે ક્યારેય પણ સાચી રેવેન્યૂ શેર નથી કરી. તે દિવસો દૂર નથીજ્યારે દેશના નિયમ બિગ ટેક પ્લેયર્સને પોતાના એકાધિકારના દુરુપયોગ કરવાની મંજૂરી નહીં આપે, જેમ કે તેમણે ભૂતકાળમાં કર્યું છે.' DNPA ભારતીય મીડિયા હાઉસીઝના ડિજિટલ આર્મનો અધિકાર સમૂહ છે.

ભારત બનાવી રહ્યું છે નવો કાયદો
IT રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરનું કહેવું છે કે બિગ ટેક દિગ્ગજોની આવી પ્રેક્ટિસને રોકવા માટે ભારતના ફેસલાને નિયમ અને કાયદો બનાવવાની જરૂર છે. ચંદ્રશેખરના નેતૃત્વમાં મંત્રાલય બુલેટપ્રૂફ ડિજિટલ લેન્ડસ્કેપ બનાવવા માટે ઓછામાં ઓછા 20 દેશોના IT નિયમોનું અધ્યનન કરી રહી છે.

આ ભારતના નેટિજન્સ, ડિજિટલ ન્યૂઝ મીડિયા અને અન્ય હિતઘારકોના અધિકારોની રક્ષા કરશે. એવું કહેવામાં આવે છે કે IT અધિનિયમ 2000ને જલદી ડિજિટલ ઇન્ડિયા એક્ટથી બદલવામાં આવશે. આનો ડ્રાફ્ટ ફ્રેમવર્ક 2023માં રોલઆઉટ થઇ શકે છે.

અમેરિકામાં બે બિલને લાવવાની તૈયારી
અમેરિકામાં 'અમેરિકન ઇનોવેશન એન્ડ ચોઇસ ઓનલાઇન એક્ટ' અને 'ઓપન એપ માર્કેટ્સ એક્ટ' જેવા બે બિલ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ટેક દિગ્ગજોને તેમની શક્તિઓના દુરુપયોગ રોકવાના પ્રયાસમાં આ બિલ લાવવામાં આવી રહ્યાં છે.

જો આ બિલ પાસ થઇ જાય છે તો અમેરિકામાં બિગ ટેકના વર્ચસ્વને દેખાડનારું આજ સુધીનો સૌથી મજબૂત કાનૂન બની જશે. આની પહેલાં ઓગસ્ટમાં સાંસદોએ એક ઐતિહાસિક બિલ રજૂ કર્યું હતું જે ન્યૂઝ મીડિયા સંસ્થાનોને ગૂગલ અને ફેસબુક જેવા ટેક દિગ્ગજોની સાથે રેવેન્યૂ શેરિંગ મોડલ પર વાતચીત કરવામાં સક્ષમ બનાવે છે.

EUમાં 40 એક્સપર્ટની ટીમ મિશન પર
યુરોપીય સંઘે જાહેરાત કરી છે કે તે 40 એક્સપર્ટની એક ક્રેક ટીમ બનાવવાના મિશન પર છે જે બિગ ટેક ફર્મોને તેમની શક્તિઓનો દુરુપયોગ કરવા રોકવા માટે મજબૂત ડિજિટલ માર્કેટ એક્ટ (DMA)ના નિયમોને લાગુ કરવામાં મદદ કરશે.

આલ્ફાબેટ, મેટા સમેત અન્ય ટેક દિગ્ગજ
ટેક દિગ્ગજના લિસ્ટમાં આલ્ફાબેટ (ગૂગલ, યૂટ્યૂબ, એન્ડ્રોઇડ OS,વગેરેના માલિક), મેટા પ્લેટફોર્મ (ફેસબુક, વ્હોટ્સએપ, ઇન્ટાગ્રામ, મેસેન્જર વગેરેના માલિક), એપલ (આઇફોન, મૈક, એપ સ્ટોર વગેરેના માલિક), એમેઝોન (એક શોપિંગ પ્લેટફોર્મ, AWS, ટ્વિચ, પ્રાઇમ વગેરેના માલિક), માઇક્રોસોફ્ટ (વિન્ડોઝ, ઓફિસ, સ્કાઇપ, એક્સબોક્સ વગેરેના માલિક), ટ્વિટર અને બીજી અન્ય સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...