દેશભરમાં ચીન વિરોધી માહોલ વચ્ચે સરકાર વધુ કઠોર પગલા લેવાનું વિચારી રહી છે. સરકારી સુત્રો મુજબ, ભારત દક્ષિણ પૂર્વ એશિયાના ટ્રેડ પાર્ટનર, ખાસ કરીને ચીનથી આયાત ઘટાડવા અંગે વિચાર કરી રહ્યો છે. ચીન સાથે તણાવભર્યા સંબંધો અને આત્મનિર્ભર ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વિચાર કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દેશની આયાત ઘટાડવા અને ક્વોલિટી વધારવા માટે મેન્ડેટ સ્ટ્રિન્જેન્ટ ડિસ્ક્લોઝર નોર્મ્સ લાગુ કરવા અને અનેક એશિયાઈ દેશોમાંથી આવતા સામાનની પોર્ટ પર કડક ચેકિંગ કરવાની યોજના છે.
મોબાઈલ, લેપટોપ, ટીવીને ટાર્ગેટ કરાશે
સરકારના આ પગલાથી મુખ્યત્વે બેઝ મેટલ, લેપટોપ, મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક આઈટમ, ફર્નીચર, ચામડાનો સામાન, રમકડા, રબર, કપડા, એર કંડીશનર અને ટીવી જેવી વસ્તુઓની આયાતને ટાર્ગેટ કરવામાં આવશે. ગત સપ્તાહે વાણીજ્ય મંત્રાલયે, વિશેષ લાઈસન્સ મેળવનારા આયાતકારોની જરૂરિયાતોમાંથી ટીવીના ઇનબાઉન્ડ શિપમેન્ટને બેન કરવાની નોટીસ બહાર પાડી હતી.
આ પગલાથી સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડ અને વિયેતનામને નુકસાન જવાની સંભાવના છે. એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN)ના સભ્ય દેશો સાથે ભારતે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલો છે. ભારત દક્ષિણ કોરિયાથી થતા હેવી ટ્રેડ ફલોને લઈને પણ ચિંતિત છે.
ક્વોલિટી વધારવા પર ફોકસ
એક અધિકારીએ જણાવ્યું કે, ફરજનું પાલન કરવાથી સીમિત પ્રભાવ પડે છે. હવે અમે ક્વોલિટી સ્ટાન્ડર્ડને વધારવા માગીએ છીએ. કસ્ટમ્સ પહેલાની સરખામણીએ વધુ સતર્ક રહેશે. ચીન ભારતનું બીજું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. ગત નાણાકીય વર્ષમાં બંને દેશો વચ્ચે 87 અબજ ડોલર (રૂ. 6.5 લાખ કરોડ)નો વેપાર થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.