ઉભરતી ઈકોનોમી:ભારત વર્લ્ડ કોમ્પિટિટીવનેસ ઈન્ડેક્સમાં 6 ક્રમ વધી 37માં સ્થાને, આગામી સમયમાં 28માં નંબરે પહોંચશે

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વમાં ઝડપથી ઉભરતી ઈકોનોમી ભારતનું ઈકોનોમિક પર્ફોર્મન્સ શ્રેષ્ઠ રહેતાં વર્લ્ડ કોમ્પિટીટીવનેસ ઈન્ડેક્સમાં છ ક્રમ આગળ વધી 37માં સ્થાને આવ્યો છે. અગાઉ 43માં ક્રમે હતો. ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમે. ડેવલો. દ્વારા જારી વર્લ્ડ કોમ્પિટીટીવનેસ ઈન્ડેક્સમાં 63 દેશોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ડેનમાર્ક ગતવર્ષે ત્રીજા ક્રમેથી વધી આ વર્ષે પ્રથમ ટોચના સ્થાને પહોંચ્યું.

સ્વિટ્ઝરલેન્ડ ટોચેથી બીજા ક્રમે, સિંગાપોર પાંચમા નંબરેથી સુધરી ત્રીજા સ્થાને છે. સ્વિડન ચોથા, હોંગકોંગ પાંચમા, નેધરલેન્ડ્સ છઠ્ઠા, તાઈવાન સાતમા, ફિનલેન્ડ આઠમા, નોર્વે નવમા અને અમેરિકા દસમા ક્રમે છે. ભારતના ઈકોનોમી પર્ફોર્મન્સ છેલ્લા પાંચ વર્ષ સ્થિર રહ્યા બાદ 2022માં પ્રથમ વખત પ્રતિસ્પર્ધાની હરીફાઈમાં સુધારો જોવા મળ્યો છે. આગામી સમયમાં વધુ 9 ક્રમ વધી 37થી 28માં ક્રમે પહોંચી શકે છે.

સ્થાનિક અર્થતંત્રે એક વર્ષમાં 30માં સ્થાનેથી 9મા સ્થાને વધારો નોંધાવ્યો છે. શ્રમ બજારમાં ભારત 15માંથી 6ઠ્ઠા સ્થાને આગળ વધ્યું છે, મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ અને બિઝનેસ એટીટ્યૂટ-વેલ્યુએશનમાં મોટી છલાંગ લગાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં કરના સંદર્ભમાં મોટા સુધારા કર્યા હોવાથી ભારતે વેપારી સમુદાયનો વિશ્વાસ પુનઃસ્થાપિત કર્યો છે. ડ્રોન, અવકાશ, ભૂ-અવકાશીય મેપ, અનેક સેક્ટર્સમાં નીતિ-નિયમોમાં સુધારા કરતાં 2022માં આર્થિક વૃદ્ધિ દરમાં સુધારો જોવા મળ્યો હોવાનું IMDના અર્થશાસ્ત્રીએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...