નવી દિલ્હી:ચીની કંપનીઓને પરત મોકલવાની તૈયારીમાં ભાજપ, તેમની સાથે જોડાયેલા 50 રોકાણ પ્રસ્તાવ પર સમીક્ષા કરે છે સરકાર

ચીનના વેપારને ટક્કર આપી શકાશે?2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્ક્રીનિંગ પોલિસીના નિયમ બદલાયા પછી ચીની રોકાણકારોએ ફન્ડિંગ સાથે જોડાયેલા લગભગ 40-50 અરજીઓ ફાઈલ કરી છે
  • બોર્ડર પર થયેલી હિંસક ઝપાઝપી પછી ભારત સરકારે 59 ચીની મોબાઈલ એપ્સ પર દેશમાં પ્રતિબંધ કરી દીધો છે

ચીન સાથે ચાલી રહેલા વિવાદ પછી ભારત સરકારે નવી સ્ક્રીનિંગ પોલિસી અંતર્ગત નિર્ણય લેવાની તૈયારી કરી લીધી છે. રોયટર્સના જણાવ્યા પ્રમાણે, સરકાર ચીની કંપનીઓ સાથે જોડાયેલા લગભગ 50 રોકાણ પ્રસ્તાવ પર સમીક્ષા કરી રહી છે.

ભારત સરકારે એપ્રિલમાં નવા નિયમોની જાહેરાત કરી હતી. આ નિયમો અંતર્ગત પડોશી દેશોમાં આવેલી સંસ્થાઓએ ભારતમાં રોકાણ કરવા માટે કેન્દ્ર સરકારની ફરજિયાત મંજૂરી લેવી પડશે. આ રોકાણકારોમાં ચીન સૌથી મોટું છે. ભારતના નવા નિયમોની ચીની રોકાણકારો અને બીજિંગે ખૂબ નિંદા કરી છે અને તેને નીતિગત ભેદભાવ ગણાવ્યો છે.

નવા નિયમોનો ઉદ્દશ કોરોના વાઈરસના સંકટ દરમિયાન અવસરવાદી અધિગ્રહણને રોકવાનો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ઉદ્યોગ જગત સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, બંને દેશોના ઘટતા સંબંધો અને ગયા મહિને બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીથી રોકાણની મંજૂરી મળતાં વધારે વાર લાગી શકે છે. નોંધનીય છે કે, ચીની સૈનિકો સાથેની હિંસક ઝપાઝપીમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.

સીમા વિવાદથી રોકાણ પર અસર થઈ શકે છે
આ મામલે દિલ્હીના એક સીનિયર અધિકારીએ સીમા વિવાદથી રોકાણ પર થતાં પ્રભાવ વિશે કહ્યું કે, ઘણાં પ્રકારની મંજૂરીની જરૂર પડશે. અમે થોડા વધારે સતર્ક થઈ રહ્યા છીએ. જોકે સૂત્રોએ તે કંપનીઓના નામ જણાવવાની ના પાડી જેમના રોકાણ ગુપ્ત મંજૂરીના કારણે અટકી પડ્યા છે.
રોયટર્સના અન્ય સૂત્રોએ જણાવ્યું કે, નિયમ બદલાયા પછી ચીની રોકાણકારોએ ફન્ડિંગ સાથે જોડાયેલી 40-50 અરજીઓ દાખલ કરી છે. આ દરેક અરજીની સમીક્ષા કરવામાં આવી રહી છે. ચીનમાં ભારતીય વાણિજ્ય એમ્બેસેડર સહિત ઘણી સરકારી એન્જસીઓના પ્રસ્તાવ પર સ્પષ્ટીકરણ માટે રોકાણકારો અને તેમના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે.

10 ચીની ગ્રાહકોએ રોકાણની સલાહ માંગી
લો ફર્મ કૃષ્ણમૂર્તિ એન્ડ કંપનીના એક પાર્ટનર આલોક સોનકરે જણાવ્યું કે, ઓછામાં ઓછી 10 ચીની કંપનીઓએ છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારતમાં રોકાણની સલાહ માંગી હતી. પરંતુ હાલ તેઓ ભારતના રાજકીય નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. રોકાણની મંજૂરી માટે અનિશ્ચિતતા ભારતીય અને ચીની બંને દેશના વેપારને આગળ વધવામાં અવરોધ ઉભી કરી રહી છે.

સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો
ગયા મહિને બોર્ડર પર થયેલી હિંસક ઝપાઝપી પછી ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધા છે. ભારતના આ નિર્ણયથી ચીનના તે નુકસાનને ચોક્કસથી નુકસાન થયું હશે જે એશિયાઈ માર્કેટમાં વિસ્તરણ વિશે વિચારી રહ્યા છે. રિસર્ચ ગ્રૂપ બ્રૂકિંગ્સે માર્ચમાં જણાવ્યું હતું કે, ચીની કંપનીઓએ ભારતમાં હાલનું અને આયોજિત રોકાણ 26 બિલિયન ડોલર કરતા વધારે 

અન્ય સમાચારો પણ છે...