ગોલ્ડ રિફાઇનિંગ:વિશ્વમાં ગોલ્ડ રિસાઇક્લિંગમાં ભારત ચોથા ક્રમે રિફાઇનિંગમાં દાયકામાં 5 ગણી વૃદ્ધિ : WGC

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનાની સતત વધી રહેલી કિંમતો અને ઘટી રહેલા રિટનર્નના કારણે રિસાઇકલિંગ ક્ષેત્રને વેગ

ગોલ્ડ રિફાઇનિંગ, રિસાયકલ, વપરાશમાં વૈશ્વિક સ્તરે ભારત ઝડપભેર આગળ વધી રહ્યું છે. ગોલ્ડ જ્વેલરીમાં વૈશ્વિક સ્તરે ભારતની મોટા પાયે ડિમાન્ડ રહી છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના ગોલ્ડ રિફાઈનિંગ ઉદ્યોગમાં પણ ઝડપી વૃદ્ધિ સાધી રહ્યો છે. રિફાઇનીંગ ઉદ્યોગના ઝડપી ગ્રોથ સાથે સમગ્ર વિશ્વમાં સોનાના રિસાયકલિંગમાં પણ ભારત 4થા ક્રમે પહોંચ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર 2013થી 2021 સુધીમાં ભારતના સોનાની રિફાઈનિંગ ક્ષમતા વધીને 1500 ટન થઈ છે. જે 8 વર્ષમાં પાંચગણી ક્ષમતા વધ્યાનું દર્શાવે છે. છેલ્લા 5 વર્ષથી સોનાના ભાવની હિલચાલ, ભવિષ્યના સોનાની કિંમતની અપેક્ષા અને વિશાળ આર્થિક આઉટલૂકને પગલે દેશના કુલ સોનાના પુરવઠામાંથી 11 ટકા જેટલો પૂરવઠો તો ‘જૂના સોના’માંથી આવી રહ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના અહેવાલ મુજબ ભારત વિશ્વમાં ચોથા સૌથી મોટા રિસાયકલર તરીકે ઉભરી આવ્યું છે અને દેશે 2021માં 75 ટન રિસાયકલ કર્યું છે. જ્યારે ચીન પહેલા ક્રમ સાથે 168 ટન, ઇટલી બીજા ક્રમે 80 ટન અને અમેરિકા 78 ટન સાથે ત્રીજા ક્રમે રહ્યું છે.

એકંદર આયાતમાં ગોલ્ડ ડોરનો હિસ્સો 2013માં માત્ર 7 ટકાથી વધીને 2021માં લગભગ 22 ટકા થયો છે.ભારત એક સ્પર્ધાત્મક રિફાઇનિંગ હબ તરીકે ઉભરી શકવાની ક્ષમતા ધરાવે છે. સ્થાનિક રૂપિયાની કિંમતો અને ઇકોનોમિ સાયકલ દ્વારા સંચાલિત સ્થાનિક રિસાયક્લિંગ માર્કેટ પ્રમાણમાં ઓછું સંગઠિત છે પરંતુ તેને સરપ્લસ ગોલ્ડ મુખ્ય પ્રવાહ અને લિક્વિડિટી લાવવા માટે આકર્ષક બનાવવા વિવિધ નીતિ વિષયક પગલાં સમન્વય તરીકે સુધારેલ (ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ) જેવી પહેલોથી સમર્થન મેળવવું જોઈએ તેમ WGCના પ્રાદેશિક સીઇઓ સોમસુંદરમે જણાવ્યું હતું.

ગોલ્ડ રિફાઇનિંગ દાયકામાં 5 ગણું વધી 1500 ટન
2013માં ગોલ્ડ રિફાઇનિંગ 300 ટન આસપાસ હતું જે વધીને 2021માં 1500 ટન પહોંચ્યું છે. છેલ્લા એક દાયકામાં દેશમાં ગોલ્ડ રિફાઇનિંગ લેન્ડસ્કેપ બદલાયો છે, જેમાં ઔપચારિક કામગીરીની સંખ્યા 2013માં પાંચથી ઓછી હતી તે વધીને 2021માં 33 થઈ ગઈ છે. જ્યારે અનૌપચારિક ક્ષેત્રનો હિસ્સો 300-500 ટન જેટલો વધારાનો છે.

ઝડપથી બદલાતી ડિઝાઇન રિસાઇકલને વેગ આપશે
જ્વેલરીના હોલ્ડિંગનો સમયગાળો ઘટતો રહેશે કારણ કે યુવા ગ્રાહકો વધુ વખત ડિઝાઇન બદલવા જુએ છે આ ટ્રેન્ડ રિસાયક્લિંગના ઉચ્ચ સ્તરમાં યોગદાન આપી શકે છે. બીજી બાજુ મજબૂત આર્થિક વૃદ્ધિને પગલે ઊંચી આવકો સીધા વેચાણમાં ઘટાડો કરશે અને ગ્રાહકોને તેમનું સોનું સીધું વેચવાને બદલે ગીરવે મૂકવું સરળ બનશે. વૈશ્વિક સ્તરે ભારતમાંથી સૌથી વધુ ગોલ્ડ જ્વેલરીની નિકાસ થઇ રહી છે. કિંમતો ઉંચી રહેવાના કારણે છેલ્લા બે વર્ષથી રિસાયકલિંગનો ટ્રેન્ડ ઝડપભેર વધવા લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...