તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • India Now Has A Golden Opportunity For Capital Investment; Investment In These 5 Sectors Including E commerce, Medicine And Consumer Is Beneficial

ઉદય કોટકો અભિપ્રાય:ભારતમાં અત્યારે મૂડી રોકાણ માટે સોનેરી તક છે; ઈ-કોમર્સ, મેડિસિન અને કન્ઝ્યુમર સહિત આ 5 સેક્ટર્સમાં રોકાણ લાભદાયક છે

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી દસ વર્ષમાં અમેરિકાની બહાર વિશ્વમાં રોકાણ કરવા માટે સૌથી સારી જગ્યા ભારત રહેશે

એશિયાના સૌથી મોટા શ્રીમંત બેન્કર કોટક મહિન્દ્રાના MD અને CEO ઉદય કોટકે કહ્યું છે કે વિદેશી રોકાણકારો માટે ભારતમાં રોકાણ કરવા માટે આ સૌથી સારો સમય છે. વિદેશી રોકાણકારોએ ભારતીય ડિજીટલના કન્ઝ્યુમર સેગમેન્ટની કંપનીમાં રોકાણ કરવું જોઈએ, કારણ કે કોરોના વાઈરસની મહામારી બાદ આ સેગમેન્ટ સૌથી વધારે શક્તિશાળી થઈ રહ્યું છે.

અત્યારે ભારતમાં રોકાણ કરવાનો નિર્ણય યોગ્ય હશે
ઉદય કોટકના બ્લૂમબર્ગ ઈન્ડિયા ઈકોનોમિક સમિટમાં વાતચીત કરતા કહ્યું કે મારું માનવું છે કે તમારે હંમેશા એવા સમયમાં જ રોકાણ કરવું જોઈએ કે જ્યારે બધુ જ પડકારજનક લાગતુ હોય. આ સંજોગોમાં અત્યારના સમયમાં ભારતમાં રોકાણ કરવું તે તમારા માટે યોગ્ય નિર્ણય હોઈ શકે છે.

વર્તમાન સમયમાં અડધાથી વધારે વસ્તી ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહી છે. યુઝર્સ વધી રહ્યા છે. ઈ-કોમર્સ કંપનીઓ ડિજીટલ ચુકવણીને ઉત્તેજન આપી રહી છે. વિદેશી રોકાણકાર ઈ-કોમર્સમાં રોકાણમાં રસ દર્શાવી રહ્યા છે. બીજી બાજુ એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીએ આ વર્ષે 20 અબજ ડોલરથી વધારે કમાણી કરી છે અને પોતાની ટેકનોલોજી વેન્ચર જીયો પ્લેટફોર્મ લિ.માં 33 ટકા હિસ્સો ફેસબુક ઈન્ક તથા ગુગલ સહિત અન્ય રોકાણકારોને વેચ્યો છે. તેમની રિલાયન્સ વેન્ચર્સ લિમિટેડે છેલ્લા બે મહિનામાં ખાનગી ઈક્વિટી અને સોવરેઈન વેલ્થ ફંડોથી 5.1 અબજ ડોલરનું ભંડોળ ઉભુ કર્યું છે.

આ સેક્ટરોમાં રોકાણ કરી શકે છે
ઉદય કોટકે કહ્યું કે ભારતમાં રોકાણ કરવા માટે સૌથી યોગ્ય સેક્ટર ડિજીટલ કંપની, ઈ-કોમર્સ, ટેકનોલોજી કંપની, ફાર્મા અને કન્ઝ્યુમર સેગમેન્ટની કંપનીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે વેલ્થ સેક્ટર અગાઉથી જ રોકાણમાં વૃદ્ધિ જોઈ રહ્યા છે. KKR એન્ડ કંપનીએ કહ્યું કે જુલાઈ મહિનામાં તે જે.બી.કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડમાં હિસ્સેદારીને અધિગ્રહણ કરશે. બીજીબાજુ કાર્લાઈલ ગ્રુપે ભારતીય અબજપતિ અજય પીરામલના દવા કારોબારમાં 20 ટકા હિસ્સેદારી ખરીદી છે.

પ્રાઈવેટ ઈક્વિટી કાર્લાઈલના રુબેનસ્ટીને કહ્યું કે આગામી દસ વર્ષમાં અમેરિકાની બહાર વિશ્વમાં રોકાણ માટે સૌથી સારી જગ્યા ચોક્કસપણે ભારત અને ચીન હશે. જોકે ભારત પાસે ચીનની તુલનામાં બહારથી એટલું મૂડી ન હતું, જોકે મને લાગે છે કે આગામી દસ વર્ષમાં આ પરિવર્તન આવશે તથા ભારતને વિદેશી ભંડોળનું રોકાણ કરવા માટે એક આકર્ષક સ્થાન તરીકે જોવામાં આવેછે.

બજારમાં હિસ્સેદારી વધશે
ઉદય કોટકે કહ્યું કે ભારતમાં ખાનગી બેન્કોની બજાર ભાગીદારી આગામી સમયમાં વધી 50 ટકા થઈ જશે, જે વર્તમાન સમયમાં 35 ટકા છે. ગયા વર્ષે ખાનગી બેન્કોના શેરોમાં 20 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સરકારી બેન્કોના શેરોમાં 41 ટકાનો ઘટાડો થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો