તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિકાસ વૃદ્ધિમાં ભારતે ઈતિહાસ રચ્યો:ભારતે નિકાસ વૃદ્ધિમાં મોટી છલાંગ લગાવી, એપ્રિલ મહિનામાં અમેરિકા, બ્રિટન, જાપાનને પણ પાછળ છોડી દીધા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • ભારતે નાણાકીય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 95 અબજ ડોલરની નિકાસ નોંધાવી
  • તે એક વર્ષ અગાઉની સમાન અવધિની તુલનામાં 201 ટકાનો વધારો દર્શાવે છે

કેન્દ્ર સરકારનું કહેવું છે કે અર્થતંત્રને વેગ આપવા માટે અનેક પગલાં ભરવામાં આવેલા છે અને તેના સારા પરિણામો મળવા લાગ્યા છે. ભારતે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 95 અબજ ડોલરની અત્યાર સુધીની સૌથી વધારે નિકાસ નોંધાવી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ અને શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે પત્રકાર પરિષદમાં અર્થતંત્રમાં વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપી હતી.

અત્યાર સુધીની સૌથી વધારે નિકાસ વૃદ્ધિ
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં સર્જાયેલા ભીષણ સંકટ વચ્ચે દેશનું અર્થતંત્ર યોગ્ય ટ્રેક પર છે. એપ્રિલ,2021માં દેશમાં અત્યાર સુધીની સૌથી વધારે નિકાસ વૃદ્ધિ નોધાઈ છે. તે એપ્રિલ,2020ની તુલનામાં 201 ટકા છે. આટલો ઉંચો વૃદ્ધિ દર દેશમાં અગાઉ ક્યારેય જોવા મળ્યો ન હતો. જોકે એપ્રિલ,2020માં દેશમાં લોકડાઉન હતું, માટે એપ્રિલ 2021માં નિકાસ ગ્રોથ આટલો સારો રહ્યો છે. બીજી બાજુ એપ્રિલ 2019ની તુલનામાં દેશમાં નિકાસમાં 18 ટકા વૃદ્ધિ રહી છે. સરકારે વિશ્વ વ્યાપાર સંગઠન(WHO)ને ટાંકી આ આંકડા જાહેર કર્યાં છે.

અમેરિકા, યુરોપ, જાપાન કરતાં વધારે ગ્રોથ
સરકારે કહ્યું કે એપ્રિલ મહિનામાં દેશની એક્સપોર્ટ ગ્રોથ અનેક મોટા અર્થતંત્રોની તુલનામાં વધારે રહી છે. WTOના આંકડા પ્રમાણે એપ્રિલ 2020ની તુલનામાં એપ્રિલ 2021માં યુરોપિયન સંઘ (EU)ની એક્સપોર્ટ ગ્રોથ 68 ટકા, જાપાનની 36 ટકા, દક્ષિણ કોરિયાની 41 ટકા, બ્રિટનની 32 ટકા અને અમેરિકાની 53 ટકા રહી છે.

જોકે સરકારે આ અવધિમાં ચીનની સાથે દેશની નિકાસની તુલના કરી નથી. ચીન વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ છે અને તે વિશ્વની સપ્લાઈ ચેઈનનું એન્જીન પણ કહેવામાં આવે છે.

એપ્રિલ મહિનામાં FDI 38 ટકા વધ્યું
પીયૂષ ગોયલે કહ્યું કે કોવિડ-19ની સ્થિતિ વચ્ચે દેશમાં વિદેશી મૂડી રોકાણ (FDI)વધ્યું છે. વર્ષ 2020-21માં દેશનું કુલ FDI 81.72 અબજ ડોલર (રૂપિયા 6,108.09 અબજ) રહ્યું છે. જ્યારે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં દેશમાં 6.24 અબજ ડોલર (રૂપિયા 466.40 અબજ)નું FDI આવ્યું હતું. એપ્રિલ 2020માં આવેલા FDIથી 38 ટકા વધારે છે.

આયર્ન ઓરની નિકાસ 168 ટકા વધી
પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વર્ષ 2021-22ની એપ્રિલ-જૂન અવધિમાં આયર્ન ઓરની નિકાસમાં સૌથી વધારે 168 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે ચોખામાં 37 ટકા, કોટન યાર્નમાં 33 ટકા, એન્જીનિયરિંગ ગુડ્સમાં 25 ટકા, પ્લાસ્ટીકમાં 24 ટકા, કેમિકલમાં 20 ટકા, ઈલેક્ટ્રોનિક ગુડ્સમાં 17 ટકા, મરીન પ્રોડક્ટ્સમાં 16 ટકા અને મેડિસિનમાં 14 ટકાનો વૃદ્ધિ નોંધાઈ છે.

એવી જ રીતે 30 મર્ચન્ડાઈઝ ગ્રુપમાં 10 જેટલો વૃદ્ધિ દર રહ્યો છે. આ વૃદ્ધિ દર 2010-20ની તુલનામાં જોવામાં આવ્યો છે. એપ્રિલ-જૂન 2021ની અવધીમાં દેશમાંથી કુલ 95 અબજ ડોલરના મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ થઈ છે.

વિશ્વમાં ભારતીય મસાલાનો દબદબો
મસાલાની કેટેગરીમાં પણ દેશનો દબદબો રહ્યો છે. વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ કેટેગરીમાં 2019-20 અને 2018-20ની આ ત્રિમાસિક ગાળાની અવધીમાં બે આંકડામાં વૃદ્ધિ દર નોંધાયો છે.​​​​​​

50,000થી વધુ સ્ટાર્ટઅપની ઓળખ
દેશમાં સ્ટાર્ટઅપ કલ્ચરને વેગ મળ્યો છે. DPIITએ અત્યાર સુધીમાં 50,000થી વધારે સ્ટાર્ટઅપની ઓળખ કરી છે.