ભારતે ચીનને પછાડ્યું:સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન્સમાં ભારતની છલાંગ સતત બીજા વર્ષે પણ ચીનને પાછળ રાખ્યું

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીનના 11 યુનિકોર્ન્સની તુલનાએ ભારતે વર્ષ 2022માં નવા 23 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન્સ ઉમેર્યા

દેશની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ વધુને વધુ મજબૂત થઇ રહી છે. તે વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય કે સતત બીજા વર્ષે સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન મામલે ભારતે ચીનને પછાડ્યું છે. ભારતે વર્ષ 2022માં કુલ 23 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન ઉમેર્યા છે, જ્યારે ચીનમાં $1 અબજથી વધુની વેલ્યૂએશન ધરાવતા નવા 11 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન છે.

આ સિદ્ધિ સાથે જ ભારતે સતત બીજા વર્ષે ચીનને પાછળ રાખ્યું છે. હવે દેશમાં $1 અબજથી વધુની વેલ્યૂએશન ધરાવતા 96 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન છે.ઇવકા બેઇન એન્ડ કંપનીના રિપોર્ટ અનુસાર આ વર્ષના આંકડાઓ વર્ષ 2021માં નવા સામે આવેલા યુનિકોર્ન કરતાં અડધા છે, જ્યારે ભારતે રેકોર્ડ 44 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન ઉમેર્યા હતા અને એ સમયે તેની કુલ સંખ્યા વધીને 73 પર પહોંચી હતી. કુલ 23 યુનિકોર્ન્સમાંથી 9 સ્ટાર્ટઅપ યુનિકોર્ન્સ 3 મેટ્રોની બહારના શહેરના છે, એનો અર્થ છે કે મેટ્રો વગરના શહેરોમાં પણ સ્ટાર્ટઅપ્સમાં રોકાણનો પ્રવાહ વધ્યો છે.

વર્ષ 2022 દરમિયાન મેક્રોઇકોનોમિક અનિશ્વિતતાઓ તેમજ મંદીના ભયને કારણે રોકાણને અસર થવાને કારણે ખાસ કરીને વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ તરફ ઝોક વધ્યો હતો. આ રિપોર્ટ બેઇન એન્ડ કંપની દ્વારા ઇન્ડિયન વેન્ચર એન્ડ અલટરનેટ કેપિટલ એસોસિએશન (IVCA) સાથે સહયોગમાં તૈયાર કરવામાં આવ્યો છે.

વર્ષ 2022ના બીજા છ મહિના દરમિયાન કેટલાક મેક્રોઇકોનોમિક પરિબળોને કારણે સ્ટાર્ટઅપ્સમાં રોકાણમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ પ્રકારના દબાણ વચ્ચે પણ કંપનીઓએ સતત ટકાઉ મોમેન્ટમ જોતાં વર્ષ 2022માં 1,600 ડીલ્સ જોવા મળી હતી. બેઇન એન્ડ કંપની ખાતેના પાટર્નર અર્પણ શેઠે જણાવ્યું હતું કે લેટ સ્ટેજમાં મોટી ડીલ્સમાં ઘટાડાને કારણે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ ઘટ્યું હતું.

મેક્રો લેવલે કેટલાક પડકારોને કારણે રોકાણને અસર
વર્ષ 2023 દરમિયાન પણ મેક્રો લેવલે કેટલાક પડકારોને કારણે રોકાણને અસર થશે પરંતુ દેશમાં વર્ષ 2023 દરમિયાન વધુ સ્થિતિસ્થાપક ઇકોસિસ્ટમ જોવા મળશે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન વૈકલ્પિક રોકાણ એસેટ્સમાં નોંધપાત્ર રીતે સ્થિતિસ્થાપકતા જોવા મળી છે. વર્ષ 2022 દરમિયાન વૈશ્વિક સ્તરે કેટલાક પડકારો છતાં સ્ટાર્ટઅપ્સમાં મોટા પાયે રોકાણ જોવા મળ્યું હતું. તેનાથી વૈશ્વિક રોકાણકારોનો ભારત પ્રત્યેનો ભરોસો વધુ મજબૂત બન્યો છે.

ગેમિંગ, હેલ્થ-ટેક, ઇવી સ્ટાર્ટઅપ્સમાં વધુ રોકાણ થશે
વર્ષ 2023 દરમિયાન પણ વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્વિતતાઓ વચ્ચે પણ રોકાણકારો દ્વારા વધુ સતર્કતા સાથેના અભિગમને પગલે વધુ સ્થિતિસ્થાપક ઇકોસિસ્ટમનો ઉદય થશે. રોકાણકારો ખાસ કરીને ગેમિંગ (હાયપર કેઝ્યુઅલ ગેમ્સ, ઇ-સ્પોર્ટ્સ), હેલ્થ-ટેક, ઇવી અને AI આધારિત સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે આતુર રહેશે. વૈશ્વિક પરિબળોને કારણે વર્ષ 2021માં સ્લોડાઉન તેમજ હેજ ફંડોને કારણે ફંડ્સની ટકાવારી પણ અગાઉના 25%થી ઘટીને 20% થઇ ચૂકી છે. PEs દ્વારા ખાસ કરીને ગ્રોથ ઇક્વિટી ડીલ્સમાં વિશેષ રૂચિ દર્શાવવામાં આવી હતી તેમજ કેટલીક $100 મિલિયનથી વધુની ડીલ્સમાં પણ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...