મુશ્કેલી:ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઇ-વેસ્ટ ઉત્પાદક

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીન અને યુએસ બાદ ભારતએ ત્રીજું સૌથી મોટુ ઇ-વેસ્ટ ઉત્પાદક છે. આ વેસ્ટમાંથી 95 ટકાથી પમ વધુ ઇન્ફોર્મલ સેક્ટરમાંથી આવે છે. ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ (ઇ-વેસ્ટ)એ એક વૈશ્વિક પડકાર છે અને ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સના ઝડપી ઉપયોગ અને સતત વધતા નિકાલને લીધે ભારત પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.

મટિરિયલ રિસાયકલિંગ એસોશિયેશન ઓફ ઇન્ડિયા (એમઆરએઆઇ) તેમની 9મી આઇએમઆરસી કોન્ફરન્સ રજૂ કરે છે, 5થી 7મી મે દરમિયાન દિલ્હી ખાતે યોજાશે જેમાં 2030 સુધીમાં ભારતને એક ગ્રીન સુપરપાવર બનાવવા તરફ આગળ વધવાના મુદ્દાને સંબોધીને તે અંગે ચર્ચા કરવામાં આવશે. ભારતીય માર્કેટના રિસાયકલિંગની જરૂરિયાત વિશે ચર્ચા કરશે તથા વૈશ્વિક નીતિ નિયમોને સ્વિકારીને 2030 સુધીમાં ભારતને નોન-ફોસિલ ફ્યુઅલ બેઝ્ડ એનર્જી ઉત્પાદનના મહત્વકાંક્ષી લક્ષ્યાંકને પૂરું કરશે, સાથોસાથ 2030 સુધીમાં એક બિલિયન ટન જેટલું કુલ કાર્બનનું ઉત્સર્જન ઘટાડશે.

મેકિંગ ઇન્ડિયા અ ગ્લોબલ રિસાયકલિંગ હબ”ના ઉદ્દઘાટનનો પ્રસંગ એ આ ઇવેન્ટનો મુખ્ય ભાગ છે. “કચરાનું ઉત્પાદન સતત વધી રહ્યું છે, ત્યારે રિસાયકલિંગએ સતત ઓછું છે. ત્યારે ભવિષ્યમાં બિઝનેસની સંભાવનાઓ ઘણી વધુ છે. હાલમાં માત્ર બેટરી, મેટલ્સ, પ્લાસ્ટિક્સ જેવી વસ્તુઓ જ રિસાયકલ થાય છે, પણ જો નીતિ અને નિયમોમાં બદલાવ કરવામાં આવે તો, ભારતએ રિસાયકલ હબ બનવાની મોટી તક ઉભી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...