દેશનું લક્ષ્ય:ભારત વૈશ્વિક સ્તરે ટોચનું સેમી કન્ડક્ટર સપ્લાયર બનવા કટિબદ્વ

દાવોસ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક સેમીકન્ડક્ટર માર્કેટમાં વિપુલ તકને ધ્યાન રાખતા ભારત આગામી કેટલાક વર્ષોમાં વૈશ્વિક સ્તરે સેમીકન્ડક્ટર સેક્ટરના ટોચના સપ્લાયર બનવાના લક્ષ્યાંક સાથે આ સેક્ટરમાં 10 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે ‘લર્નિંગ ફ્રોમ સેમીકન્ડક્ટર સપ્લાય શોક્સ’ સેશનને સંબોધિત કરતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે એક વિશાળ માર્કેટમાં સેમીકન્ડક્ટરની મોટા પાયે જરૂરિયાત રહે છે ત્યારે ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલેન્ટ પૂલ અને ટેક્નોલોજી સેગમેન્ટમાં ક્ષમતા ધરાવે છે. અમે ઇન્ડસ્ટ્રી માટે કુશળ પ્રોફેશનલ્સ તૈયાર કરવા માટે દેશની અનેક અગ્રણી યુનિવર્સિટીઓ સાથે કરાર કર્યા છે. જેનાથી પણ સેમીકન્ડક્ટર સેકટર માટે મોટા પાયે કુશળ પ્રોફેશનલ્સ તૈયાર થઇ રહ્યા છે. સરકાર પોતે પણ સેમીકન્ડક્ટર સેક્ટરમાં 10 અબજ ડોલરનું જંગી રોકાણ કરવા જઇ રહી છે અને લાંબા ગાળા માટેની બ્લૂ પ્રિન્ટ પણ તૈયાર છે.

સમગ્ર વિશ્વ માટે ભારત અગ્રણી સેમીકન્ડક્ટર સપ્લાયર બનવા માટેની ક્ષમતા ધરાવે છે અને ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને અન્ય કટિંગ એજ ટેક્નોલોજીની તાજેતરની જરૂરિયાતને પહોંચી વળવા માટે પણ પ્રયાસરત છે. આગામી સમયમાં સેમીકન્ડક્ટરની મોટા પાયે માંગ જોવા મળશે તેની અમને ખાતરી છે. સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી આગામી 6-7 વર્ષ દરમિયાન 1 ટ્રિલિયન ડોલરને આંબે તેવી શક્યતા છે અને ઝડપી ગતિએ વિસ્તરણ પામશે. સરકાર પર્યાવરણને લઇને પણ સતર્ક છે અને નવી ફેકટરીઓને ગ્રીન એનર્જી પૂરી પાડવા માટે પણ પ્રતિબદ્વ છે.

ભારત ચીન પરની નિર્ભરતા ઘટાડીને સેમીકંડક્ટર હબ બનવા માટે પ્રતિબદ્વ: ભવિષ્યમાં આર્થિક યુદ્ધ થવાની ચિંતા સતત વધી રહી છે અને કેટલાક મહત્વના કોમ્પોનન્ટ્સ માટે ચીન પરની વધુ નિર્ભરતા ભારત ઘટાડવા માંગે છે. જેના માટે ભારત સેમીકન્ડક્ટર માટે વૈશ્વિક સ્તરે પ્રોડક્શન હબ બનવા માટે પ્રતિબદ્વ છે.

અન્ય સમાચારો પણ છે...