તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • India Inflation Rate In March 2021 Highest In Four Months Amid Coronavirus Second Wave

મોંઘવારી વધારશે મુશ્કેલી:કોરોના વચ્ચે લોકો પર મોંઘવારીનો માર, માર્ચમાં 5.4% રહેવાનો અંદાજ, ગ્રોથ રેટ પણ ઘટશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આગળ કુવો, પાછળ ખાઈ એટલે કે દરેક બાજુ મુશ્કેલીઓ. કોરોનાના વધતા કેસના કારણે એક બાજુ લોકો ડરેલા છે, તો બીજી બાજુ મોંઘવારીના કારણે પણ સ્થિતિ ખરાબ છે. પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતે આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. દેશની મોંઘવારી પર રોયટર્સે એક સર્વે કર્યો છે. તે પ્રમાણે માર્ચમાં મોંઘવારી દર 4 મહિનાની સૌથી ઉંચી સપાટીએ રહેવાનો અંદાજ છે. લોકડાઉનના કારણે ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન પણ ફેબ્રુઆરીમાં 3% ઘટવાની શક્યતાઓ રજૂ કરવામાં આવી છે.

મોંઘવારી 4.60%થી 6.11% વચ્ચે રહેવાનો અંદાજ
રોયટર્સનો આ સર્વે 5થી 8 એપ્રિલ વચ્ચે કરવામાં આવ્યો છે. તેમાં 50થી વધારે ઈકોનોમિસ્ટને સામેલ કરવામાં આવ્યા છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણે, માર્ચમાં મોંઘવારી 5.40% નોંધવામાં આવી છે. આ ફેબ્રુઆરી મહિનામાં 5.03% પર હતી. મોંઘવારી વિશે સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, તેનો દર 4.60%થી 6.11% વચ્ચે રહેવાની શક્યતા છે.

ગભરામણમાં ખરીદી થવાથી આવનાર મહિનાઓમાં મોંઘવારી વધવાનું જોખમ
INGના સીનિયર ઈકોનોમિસ્ટ પ્રકાશ સકપાલ કહે છે કે, અમુક શહેરોમાં લોકડાઉન આવી ગયું છે અને અમુક અન્ય શહેરોમાં પણ લોકડાઉન આવવાની શક્યતા છે. આ સંજોગોમાં લોકો ગભરામણમાં ખરીદી કરી રહ્યા છે, જેનાથી આગામી મહિનાઓમાં મોંઘવારી વધવાનું જોખમ રહેલું છે.

મોંઘવારીમાં વધારો થવાનું મુખ્ય કારણ ખાણી-પીણીની વસ્તુઓના ભાવ વધવાનું છે
સ્કોટિયા બેન્કની એશિયા પેસિફિક ઈકોનોમિક્સ હેડ ટુલી મૈકલી કહે છે કે, ભારતમાં કોર મોંઘવારી અમુક સમયથી વધેલી છે. પરંતું મોંઘવારી ખાણી-પીણીની વસ્તુના ભાવમાં વધારો થયો હોવાથી વધી છે. કોર મોંઘવારીના આંકડામાં ખાણી-પીણીના સામાન અને ફ્યુઅલની મોંઘવારી સામેલ કરાતી નથી. જ્યારે RBI રિઝર્વ બેન્કે આ નાણાકીય વર્ષના છેલ્લા છ મહિનામાં મોંઘવારી દર 5.2% સુધી જવાનો અંદાજ આપ્યો છે, જે તેની 2%થી 6%ની ટાર્ગેટ રેન્જમાં છે.

RBIના હાથ બંધાયેલા, ગ્રોથને સપોર્ટ કરવા નથી આપી શકતા રેટ કટ
મોંઘવારીને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી (MPC)એ રેપો અને રિવર્સ રેપોર્ટ રેટને યથાવત રાખવામાં આવ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સતત વધતા કોરોના કેસમાં મોંઘવારીમાં ઉછાળો આવવાના ડરથી રિઝર્વ બેન્ક ઈકોનોમીને સપોર્ટ આપવા રેટ કટ પણ કરતાં નથી. બીજી બાજુ ડિસેમ્બર ત્રિમાસીક ગાળામાં જીડીપી ગ્રોથમાં સામાન્ય સુધારો અને 0.4% રહેલો હતો. આ પહેલાં જૂન અને સપ્ટેમ્બર ત્રિમાસીક ગાળામાં તે સતત બે વાર નેગેટિવ રહ્યો હતો. જેને ટેક્નિકલ રેસેશન પણ કહી શકાય છે.

કોવિડ સંકટ કાબુમાં આવે ત્યાં સુધી ગ્રોથ ટકાવી રાખવો રિઝર્વ બેન્કનું ફોકસ
સર્વેમાં જણાવ્યા પ્રમાણે કોરોનાના કેસ વધતા દેશનો આર્થિક વિકાસ પ્રભાવિત થઈ શકે છે. સકપાલનું કહેવું છે કે, મોંઘવારી વધી શકે છે અને જ્યાં સુધી કોવિડ સંકટ કાબુમાં ના આવી જાય ત્યા સુધી રિઝર્વ બેન્કનું ફોક્સ ગ્રોથ પર રહેશે.

ફેબ્રુઆરીમાં 3% ઘટી શકે છે ઓદ્યોગિક ઉત્પાદન દર હાલના સર્વેમાં ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP) ફેબ્રુઆરીમાં 3 ટકા ઘટવાનો અંદાજ છે. દેશના કુલ પ્રોડક્શનના 40 ટકા હિસ્સો ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ પણ ફેબ્રુઆરીમાં 4.6 ટકા ઘટ્યું હતું. ફેબ્રુઆરીમાં દરેક આઠ કોર ઈન્ડસ્ટ્રીઝ એટલે કે, કોલસા, ક્રૂડ ઓઈલ, નેચરલ ગ્રોથ, પેટ્રોલિયમ રિફાઈનગરી, ફર્ટિલાઈઝર, સ્ટીલ, સીમેન્ટ અને વીજળીના ઉત્પાદનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

કોવિડ સંક્રમિતોની સંખ્યા 1.29 કરોડ સુધી પહોંચી
દેશમાં કોવિડ સંક્રમિતોની સંખ્યા શુક્રવારે 1.29 કરોડ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1 લાખ 31 હજાર 878 લોકો સંક્રમિત નોંધાયા છે. તેને ફેલાતો રોકવા માટે દેશના મુખ્ય રાજ્યોમાં વિવિધ જગ્યાએ લોકડાઉન આપવામાં આવી રહ્યું છે.